મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છપોરબંદર નજીક અરબ સાગરમાંથી સતત બીજા દિવસે રૂ.60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોરબંદર નજીક અરબ સાગરમાંથી સતત બીજા દિવસે રૂ.60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની કાર્યવાહી : 170 કિલો માદક પદાર્થ સાથે બે ભારતીયોની ધરપકડ : ગઈકાલે 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા’તા

(આઝાદ સંદેશ), રાજકોટ : પોરબંદર નજીક અરબ સાગરમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવાયા છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા 60 કરોડની કિંમતનો 173 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદર નજીક અરબસાગરમાં સતત બીજા દિવસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ગઈકાલે અંદાજિત 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા બાદ આજે વધુ 173 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે સુરક્ષા એજન્સીઓએ બે ભારતીયોની પણ અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા. હશીશ નામના ડ્રગ્સની બજાર કિંમત અંદાજીત 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગાંધીનગરના પિપળજ તથા રાજસ્થાનથી ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપી લેવાઈ હતી અને ગઈકાલે 600 કરોડના ડ્રગ્સના જથ્થાને ઝડપી લીધા બાદ આજે વધુ 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેતા એજન્સીઓને સતત ત્રણ દિવસમાં ત્રીજી સફળતા હાથ લાગી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર