સોમવાર, મે 20, 2024

ઈ-પેપર

સોમવાર, મે 20, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગાંધીગ્રામ પોલીસના દરોડામાં જૂગાર રમતા પાંચ ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસના દરોડામાં જૂગાર રમતા પાંચ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસે સુર્યરાજ વાળાને દારૂના 8 ચપલા સાથે દબોચી લીધો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે શહેરમાંથી જુગાર અને દારૂની બદીઓને ડામી દેવા કડક હાથે સુચના આપી હોય જે સુચનાને અનુસરીને ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકે દારૂ અને જુગારના દરોડા પાડી કુલ 6 શખસોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી.ટી.અકબરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે જામનગર રોડ પર આવેલ મનહરપુર-2માં વિસ્તારમાં દરોડો પાડી આકાશ સારલા (ઉ.29), ગોપાલ ઝીંઝુવાડીયા (ઉ.40), ભરત ભખોળીયા (ઉ.42), અશરફ મીર (ઉ.60)ને વરલી ફીચરનો જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ અને મોબાઇલ મળી રૂા.48,670/-ની મતા કબજે કરી હતી જ્યારે શિતલ પાર્કમાં દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ઇકબાલ શેખ (ઉ.37)ને ઝડપી પાડી તેની પાસેથી રૂા.860/-ની મતા કબજે કરી હતી.
બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે આરએમસી ક્વાર્ટસના બ્લોક નં.10ની અગાશી પર દરોડો પાડી સુર્યરાજ વાળાને અંગ્રેજી દારૂના રૂા.800ની કિંમતના 8 ચપલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર