વઢવાણ ધરમ તળાવ ખાતે આવેલી પાણીની ટાંકીએ આજે ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી.વઢવાણના ડાંગસીયાવાડ સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા છતાં પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા પરિસ્થિતિ ગંભીર બની રહી છે.મહિલાઓએ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ ન મળે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.
વઢવાણ ધરમ તળાવ ખાતે આવેલી પાણીની ટાંકીએ આજે ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓએ ઉગ્ર રજૂઆત
