ગાંધીનગર: રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ રાજકીય ડેવલપમેન્ટ સામે આવી રહ્યા છે. સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાનાર છે અને સચિવાલયમાં આ બેઠકના આયોજનને લઈને ચર્ચાઓ તેજ બની છે. સરકારના સૂત્રો અનુસાર, આવતીકાલે રજા હોવાને કારણે આ બેઠક આજે યોજાઈ રહી છે. બેઠક પછી કેટલાંક મંત્રીઓને પડતા મુકવાની શક્યતાઓ પર ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, આગામી 6 સપ્ટેમ્બર પહેલા નવા મંત્રીમંડળની જાહેરાત થવાની શક્યતા છે. આશરે પાંચથી છ મંત્રીઓને તેમની હાલની જવાબદારીઓમાંથી વિમુક્ત કરી શકાય છે અને એવી શક્યતા છે કે આ બેઠક તેમના માટે છેલ્લી કેબિનેટ બેઠક સાબિત થઈ શકે.