ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં વેપારનો ધમધમાટ
સુરત ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં હીરાના વેપારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કમિટીના સભ્યોના પ્રયાસો અને વેપારીઓના સહયોગથી આયાત-નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. એક વર્ષમાં ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં રૂપિયા 25 હજાર 440 કરોડની કિંમતના 2.48 કરોડ કેરેટ હીરા આયાત કરવામાં આવ્યા છે.નીકાસની વાત કરીએ તો..₹671 કરોડના 10.46 લાખ કેરેટ હીરાની નિકાસ થઈ છે. એક વર્ષમાં કુલ ₹26 હજાર 111 કરોડના મૂલ્યના 2,994 પાર્સલની આયાત-નિકાસ થઈ છે.
વડોદરા : હયાત હોટલમાં શાકાહારી ગ્રાહકને નોન-વેજ પિરસાયાનો આરોપ
વડોદરાની નામાંકિત હોટલમાં શાકાહારી ગ્રાહકને નોન-વેજ પીરસવામાં આવતા ભારે હોબાળો થયો હતો. ગ્રાહક પોતાના પરિવાર સાથે હયાત હોટલમાં ભોજન માટે આવ્યો હતો. ગ્રાહકે શાકાહારી ભોજન માટે ઓર્ડર કર્યો હતો. પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે હોટલે તેમને નોન-વેજ ભોજન પીરસી દીધું. શાકાહારી વ્યક્તિને નોન-વેજ પિરસ્યા બાદ હોટલ મેનેજરે ભૂલથી આવું થયાનું કહ્યું હતું. તો બીજી તરફ ગ્રાહકે પોલીસને જાણ કરીને બોલાવી હતી. જો કે પોલીસે ગ્રાહકને ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા સૂચન આપ્યું હતું. ગ્રાહક હવે હોટલ સામે ગ્રાહક સુરક્ષા આયોગનો સંપર્ક કર્યો છે.