શુક્રવાર, ઓગસ્ટ 29, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓગસ્ટ 29, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની સરકારી જાહેરાત કરવામાં આવી છે. માનનીય રાજ્યપાલશ્રીએ વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કર્યું છે.

ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ અવધિ દરમિયાન વિધાનસભામાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

વિધાનસભા અધ્યક્ષશ્રી શંકર ચૌધરીએ સત્ર સંબંધિત વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજથી, એટલે કે 8 ઓગસ્ટથી લઇ 20 ઓગસ્ટ સુધી, તમામ ધારાસભ્યશ્રીઓ તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે.

સત્ર સંબંધિત સંપૂર્ણ જાહેરનામું ગુજરાત વિધાનસભાની તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

આ સત્રમાં રાજ્ય સરકારની કામગીરી, નીતિઓ અને વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર