સેનાએ LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, એક સૈનિક શહીદ
ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરના ચિરુન્ડા ગામમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘૂસણખોરો સાથેની ભીષણ અથડામણમાં એક સૈનિક પણ શહીદ થયો છે. તે જ સમયે, ઓપરેશન હજુ પણ ચાલુ છે.
નહેરુનગરમાં અકસ્માત સર્જનાર આરોપીને માર મારનારા સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ: નહેરુનગર વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રોહનને માર મારનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ આરોપી રોહનને કોર્ટમાં રજૂ કરતી વખતે હુમલો કર્યો હતો. આ મામલામાં ચાર શખ્સો સામે આરોપીને માર મારવા બદલ ગુનો નોંધાયો છે. કારંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.