ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકાર આડે આવી ગયેલા એક્ટિવાચાલકને ટપારતા દુધના ધંધાર્થી ઉપર હુમલો

કાર આડે આવી ગયેલા એક્ટિવાચાલકને ટપારતા દુધના ધંધાર્થી ઉપર હુમલો

મવડી રામધણ પાછળ રહેતા ધ્રીકેશભાઇ ખૂંટ (ઉ.વ.25)ની ફરિયાદ પરથી એક્ટિવાચાલક અને તેની સાથેના અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા પાસે એક્ટીવાનો ચાલક અચાનક કાર આડે આવી જતાં કાર ચાલક શાપરમાં ડેરી ધરાવતાં રાજકોટના યુવાને તેને જોઇને ચલાવવાનું કહી તેનો મોબાઇલથી ફોટો પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ મારકુટ કરતાં અને અજાણ્યા ત્રણ શખ્સોએ પણ આવી ધોકાથી માર મારતાં તેમજ લાફા મારતાં ઇજાઓ થઇ હતી. ઝપાઝપીમાં વેપારી યુવાનનો સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ, આજીડેમ પોલીસે મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્ક-4 બ્લોક નં. 8 રંગોલી બંગલોઝની બાજુમાં રહેતાં અને શાપર વેરાવળમાં ખોડીયાર ડેરી નામે વેપાર કરતાં ધ્રિકેશ અનીલભાઇ ખુંટ (ઉ.વ.25)ની ફરિયાદ પરથી એકટીવા જીજે03એનઇ-1650ના ચાલક અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ધ્રિકેશ ખુંટના જણાવ્યા મુજબ હું 13મીએ મારી અર્ટીગા કાર જીજે03એમઇ-3978 લઇને ઘરેથી મારી ડેરીએ શાપર વેરાવળ જવા નીકળ્યો ત્યારે ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા નજીક પહોંચતા સફેદ એક્ટીવા 1650નો ચાલક જેણે કાનમાં ઇયર ફોન લગાડેલુ હોઇ અચાનક એક્ટીવા લઇ આડો આવી જતાં મેં કારનો કાચ ખોલી તેને ધ્યાનથી ચલાવવાનું કહેતાં તેણે તું જોઇને ચલાવ, તારો વાંક છે તેમ કહેતાં મેં મારો મોબાઇલ ફોન કાઢી તેનો ફોટો પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો.
બાદમાં હુ઼ ગાડીમાં નીચે ઉતરતાં તેણે મારા મોબાઇલ ઉપર હાથ મારી મોબાઇલ પછાડી દીધો હતો. તેમજ ગાળો બોલી મને ઢીકાપાટુ મારવા માંડયો હતો. દેકારો થતાં બીજા ત્રણ અજાણ્યા શખ્સો આવી ગયા હતાં તે પણ આ શખસ સાથે મળી મને મારકુટ કરવા માંડયા હતાં. મને મોઢા પર ફડાકા માર્યા હતાં તેમજ ઢીકાપાટા માર્યા હતાં. અજાણયાએ ધોકાથી મને પગ, સાથળ, બેઠકના ભાગે માર માર્યો હતો. મેં બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. એ દરમિયાનં મારા મિત્ર ધ્રુવીત અને દર્શન પસાર થતાં તે આવી ગયા હતાં અને મને હોસ્પિટલે લઇ ગયા હતાં. ઝપાઝપીમાં મારો સવા બે તોલાનો દોઢ લાખનો સોનાનો ચેઇન પણ ક્યાંક ખોવાઇ ગયો હતો. તેમ વધુમાં ધ્રિકેશે જણાવતાં આજીડેમના હેડકોન્સ. એચ. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર