રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોની મુખ્ય માંગણીઓ ન સ્વીકારાતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજ્યના આશરે 17 હજાર રેશનિંગ દુકાનદારોમાંથી રાજકોટના લગભગ 700 દુકાનદારો હડતાલમાં જોડાયા છે.
બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવાની માંગ, સમયસર કમિશનની ચુકવણી, તેમજ કુલ 20 જેટલી પડતર માંગણીઓ મુદ્દે દુકાનદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હડતાલને કારણે રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અનાજ વિતરણમાં વિલંબ થવાની શક્યતા ઊભી થઈ છે.


