અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે અપીલ**
રાજકોટ: શહેરમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આસામાજિક તત્વોની હરકતોને રોકવા માટે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે એક ખાસ ઝુંબેશની શરૂઆત કરી છે. રહેણાંક વિસ્તારો, વ્યવસાયિક સ્થળો ઉપરાંત જાહેર વિસ્તારોમાં ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર અથવા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર હરકતો કરનાર વ્યક્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવા અસામાજિક તત્વોની કોઈપણ જાણકારી તરત જ શેર કરી ને કાયદો અને વ્યવસ્થામાં સહયોગ આપે. નાગરિકો પોતાની માહિતી સુરક્ષિત રહે તે અંગે નિશ્ચિત રહી શકે છે, કેમ કે ફરિયાદકર્તાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. મળતી કિંમતી માહિતી બદલ યોગ્ય ઇનામની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આવા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની જાણકારી નાગરિકો ક્રાઈમ બ્રાંચના વ્હોટ્સએપ નંબર 6359629896 પર મોકલી શકે છે.
શહેર પોલીસએ વધુમાં જણાવ્યું કે નાગરિકોની સહકારથી જ શહેરને વધુ સુરક્ષિત બનાવી શકાય છે. કોઈપણ ઇમરજન્સીમાં Dial 112 સેવા ઉપલબ્ધ છે.


