ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સજસપ્રિત બુમરાહના નામે રોહિત શર્મા સ્ટં૬હે રચ્યું મોટું 'ષડયંત્ર'

જસપ્રિત બુમરાહના નામે રોહિત શર્મા સ્ટં૬હે રચ્યું મોટું ‘ષડયંત્ર’

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 14મી ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબ્બા મેદાન પર ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્મા પર સતત હુમલા થઈ રહ્યા છે, તેમની સામે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ બધું બુમરાહના નામે કરવામાં આવી રહ્યું છે. જાણો આ બધી ધાંધલ શેના માટે છે?

રોહિત શર્માએ જ્યારથી ઓસ્ટ્રેલિયામાં પગ મૂક્યો છે, ત્યારથી કશું જ તેના પક્ષમાં નથી જઈ રહ્યું. રોહિત શર્મા પ્રથમ મેચમાં રમ્યો ન હતો, ટીમ ઈન્ડિયાએ 295 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. ત્યાર બાદની ટેસ્ટમાં રોહિત કેપ્ટન બન્યો હતો અને ટીમ ઈન્ડિયાની એડીલેડમાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો અને તેની કેપ્ટન્સી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો. હવે ગાબામાં રમાનારી ટેસ્ટ અગાઉ પણ રોહિતની કેપ્ટન્સી પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે અને તેને બુમરાહ કરતાં પણ ખરાબ કેપ્ટન તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. આ બધુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરો કરી રહ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન કેટિચે કહ્યું છે કે, રોહિત શર્મા કરતાં કેપ્ટન બુમરાહ ચડિયાતો છે.

કેટિચનો બુમરાહ પર હુમલો

સિમોન કેટિચે પોડકાસ્ટમાં રોહિતની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “જ્યારે તમે બે ટેસ્ટ મેચનું પરિણામ જુઓ છો, ત્યારે પર્થમાં વધુ સારી કેપ્ટનશિપ હતી. બુમરાહે પોતાના બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો. તેની લાઈન અને લેન્થ પણ પરફેક્ટ હતી. તે એડિલેડ કરતા ઘણી સારી હતી. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બોલરોએ વિકેટો પર આક્રમણ કર્યું હતું, તેમની લેન્થ આગળ હતી.” કેટિચે કહ્યું કે, રોહિતે મેદાન પર વધુ રહેવું પડશે અને તેમની સાથે સતત વાત કરવી પડશે. કેટિચે વધુમાં કહ્યું કે, રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ વિકેટની બહાર બોલિંગ કરી હતી. સ્લિપમાં ઉભેલો રોહિત શર્મા હાથ બાંધીને આ બધું જોઈ રહ્યો હતો.

રોહિત શર્મા સામે આ ષડયંત્ર છે.

રોહિત શર્મા પર આ પ્રકારના નિવેદનો આપીને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટરો તેના પર દબાણ લાવી રહ્યા છે. તે ટીમ ઈન્ડિયામાં એવી લાગણી પેદા કરવા માગે છે કે, બુમરાહ રોહિત કરતાં ચડિયાતો કેપ્ટન છે. બુમરાહની કેપ્ટનશીપ કમાલની હતી તેમાં કોઈ શંકા નથી, પરંતુ રોહિત માત્ર એક જ મેચથી ખરાબ કેપ્ટન કેવી રીતે બની શકે? દુનિયા રોહિતની કેપ્ટનશીપને સ્વીકારે છે. તાજેતરમાં જ તેણે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો, આ ઉપરાંત તેણે ઘણી મોટી ટુર્નામેન્ટ્સ પણ જીતી છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો પણ આ વાત જાણે છે, પણ હાલના સમયમાં તેઓ રોહિત શર્માના નીચા આત્મવિશ્વાસને વધુ ઓછો કરવા માગે છે. એકંદરે આ કાંગારુંઓનું કાવતરું છે, જે તેઓ પહેલાં કરતા આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર