હેડલાઇન:
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 11 કેસ નોંધાયા, કુલ કેસ 144 પર પહોંચ્યા
સમાચાર:
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 11 નવા કેસ સામે આવ્યા છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 144 ટાઈફોઈડના કેસ નોંધાયા છે. હાલ 85 દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ટાઈફોઈડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સેક્ટર-24, 26, 28 તેમજ આદિવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા 85 ટીમો તૈનાત કરી સર્વે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમો દ્વારા ઘેરઘેર જઈ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા માટે ક્લોરિન ટેબલેટ અને ORS પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.


