સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકધર્મસંદેશ : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ગુફાની અંદર આવેલ કેદારેશ્વર મંદિરમાં આખુ વર્ષ...

ધર્મસંદેશ : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ગુફાની અંદર આવેલ કેદારેશ્વર મંદિરમાં આખુ વર્ષ પાણી રહે છે…

હરિશ્ર્ચંદ્રગઢમાં આવેલ કેદારેશ્ર્વર ગુફા મંદિર એ મંત્રમુગ્ધ કરી દેતા મંદિરોમાંનું એક છે. આ મંદિર વર્ષોથી માત્ર એક જ સ્તંભ પર ઊભું છે અને કહેવાય છે કે ચોથો સ્તંભ તૂટી જશે ત્યારે કલયુગનો અંત આવશે, એક એવું મંદિર છે જે વર્ષોથી માત્ર એક જ સ્તંભ પર ઊભું છે, કેદારેશ્ર્વર ગુફા મંદિર અન્ય મંદિરોથી બિલકુલ અલગ છે, આધ્યાત્મિકતા અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકોએ ખાસ મુલાકાત લેવી જોઈએ

(આઝાદ સંદેશ) : આપણું ઘર કે કોઈપણ ઈમારતનો પાયો ચાર થાંભલા પર ટકેલો છે. તેના પાયાના આ ચાર સ્તંભો ઈમારતને મજબૂતી આપે છે પણ ભારતમાં એક એવું મંદિર છે જે વર્ષોથી માત્ર એક જ સ્તંભ પર ઊભું છે. આ વાત પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ હશે. પરંતુ તે સાચું છે. ભારતનું કેદારેશ્વર મંદિર એક જ સ્તંભ પર ઊભું છે.
કેદારેશ્ર્વર મંદિર ક્યાં આવેલું છે? : હરિશ્ર્ચંદ્રગઢમાં આવેલ કેદારેશ્ર્વર ગુફા મંદિર એ મંત્રમુગ્ધ કરી દેતા મંદિરોમાંનું એક છે. ભારતના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું મંદિર હરિશ્ર્ચંદ્રગઢ પહાડી કિલ્લા પર આવેલું છે અને આધ્યાત્મિકતા અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે મુલાકાત લેવી આવશ્યક છે. અહીં હાજર હરિશ્ર્ચંદ્રગઢ નામની પહાડીઓ ટ્રેકિંગ માટે જાણીતી છે. કેદારેશ્ર્વર મંદિર આ ટેકરીઓમાં સ્થિત એક ગુફાની અંદર બનેલું છે, જ્યાં આખું વર્ષ પાણી પણ ઉપલબ્ધ રહે છે. કેદારેશ્ર્વર ગુફા મંદિર અન્ય મંદિરોથી સાવ અલગ છે. હરિશ્ર્ચંદ્રગઢ પહાડીઓના દુર્ગમ રસ્તાઓ પાર કર્યા પછી મહાદેવનું આ મંદિર જોઈને એક અલગ જ અનુભૂતિ થાય છે.
સ્તંભનું રહસ્ય શું છે? : અહીં 4500 ફૂટની ઉંચાઈ પર મહાદેવનું મંદિર છે, આ મંદિરના દર્શન કરવા માટે તરીને જવું પડે છે. કહેવાય છે કે આ વિશ્વ આ મંદિરના ચાર સ્તંભો પર ટકે છે, સનાતન ધર્મ અનુસાર ચાર યુગ છે- સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, શિવના આ મંદિરના ચારમાંથી ત્રણ સ્તંભ તૂટી પડ્યા છે અને હવે માત્ર એક જ સ્તંભ પર આ મંદિર ટકે છે. સાથે જ એવું કહેવાય છે કે જ્યારે આ ચોથો સ્તંભ તૂટી જશે ત્યારે સર્વનાશ આવશે, કલયુગનો અંત આવશે અને સતયુગ ફરી આવશે.
એવું માનવામાં આવે છે કે જેમ-જેમ યુગનો અંત આવ્યો તેમની સાથે સંબંધિત સ્તંભો આપોઆપ નાશ પામ્યા. હવે કળિયુગનું પ્રતિનિધિત્વ કરતો સ્તંભ ઊભો છે અને માનવામાં આવે છે કે આ કળિયુગના અંત પછી આ છેલ્લો સ્તંભ પણ પડી જશે.
રહસ્યમય કુંડ : ટેકરીઓ અને ગુફાની અંદર હોવા છતાં, આ મંદિરની મધ્યમાં એક પાણીનું કુંડ છે જેમાં આખું વર્ષ પાણી રહે છે. નવાઈની વાત એ છે કે આ કુંડનું પાણી ઉનાળામાં ખૂબ ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. આ કુંડની મધ્યમાં પાંચ ફૂટનું શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ સુધી પહોંચવા માટે કમર-ઊંડા જળાશયમાં ઉતરવું પડે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર