સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકશ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ તેમ ઘરમાં...

શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ તેમ ઘરમાં વધશે રૂપિયા

(આઝાદ સંદેશ) : શ્રાવણમાં શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય હોય છે. તેમાં પણ આ વર્ષે શ્રાવણ માસ 2 મહિના હશે. શ્રાવણ માસમાં શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનું વ્રત કરવું જોઈએ, આ ઉપરાંત જો શ્રાવણ માસ દરમિયાન ઘરમાં કેટલાક છોડ વાવવામાં આવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. કારણ કે આ છોડ ભગવાન શિવને પ્રિય છે. તેને શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવવામાં આવે તો અપાર ધન પ્રાપ્ત થાય છે.
બીલી : શ્રાવણ મહિનામાં ઘરમાં બીલીનું ઝાડ વાવવાથી લાભ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બીલીપત્ર હોય તો તમામ વાસ્તુ દોષ દૂર થાય છે. જે ઘરમાં બીલીપત્રનું ઝાડ હોય ત્યાં પૈસાની કમી નથી હોતી.
તુલસી : શ્રાવણ મહિનામાં તુલસીનો છોડ ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ દરરોજ તુલસીની પૂજા કરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.
કેળ : કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિનાની કોઈપણ એકાદશી પર ઘરમાં કેળનું ઝાડ વાવી તેની પૂજા કરવાનું શરુ કરવું જોઈએ. આમ કરવાથી સૌભાગ્ય વધે છે.
શમીનું ઝાડ : શ્રાવણ મહિનાના કોઈપણ શનિવારે ઘરમાં શમીનું ઝાડ લગાવવાથી ભગવાન શિવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઝાડ વાવવાથી ઘરમાં સંપત્તિ વધે છે.
પીપળો : શ્રાવણ મહિનામાં રોજ પીપળાને પાણી ચઢાવવું પણ ખૂબ જ શુભ ગણાય છે. દર શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર