સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકઆ 6 પ્રકારના પાપ મહાદેવ ક્યારેય માફ કરતાં નથી

આ 6 પ્રકારના પાપ મહાદેવ ક્યારેય માફ કરતાં નથી

(આઝાદ સંદેશ) : ત્રણેય દૃેવોમા સૌથી સર્વશ્રેષ્ઠ છે મહાદૃેવ, જેમની પૂજા પૂરી સૃષ્ટિ કરે છે. ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય છે તો તે ભોલેનાથ છે પણ જ્યારે ક્રોધિત થઈ જાય છે તો પ્રલય લઈ આવે છે. એટલા માટે જ માણસે હંમેશા એવા કામ કરવા જોઈએ જે સાચા હોય અને જેમાં પાપનું જરા પણ મિશ્રણ ન હોય, નહીં તો મહાદૃેવ તેમને માફ નહીં કરે. શાસ્ત્રોમાં અમુક વાતો એવી કહેવામાં આવી છે જે કામ પાપના દૃાયરામાં આવે છે અને તેને વર્જિત બતાવવામાં આવ્યા છે. આ પાપોને મહાદૃેવ ક્યારેય માફ નથી કરતા અને જો તમે મહાદૃેવના ક્રોધથી બચવા માગો છો તો આવા પાપ તમારા જીવનમાં કયારેય ના કરો, નહીતર તમારું સુખી જીવન નરક બનતા વાર નહિ લાગે. શિવ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ છે, દૃરેક વ્યક્તિએ પોતાની હદૃમાં રહેવું જોઈએ અને કોઇ પાપ ન કરવું જોઈએ કારણ કે એનું નુકસાન તેને જાતેજ ભરવું પડે છે.
શિવપુરાણમાં જાણી જોઈને કરેલ કાર્ય, વાત-વ્યવહાર અને વિચાર દ્વારા કરવામાં આવેલ પાપનું વર્ણન કર્યું છે. જેને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા. એ વ્યક્તિ હંમેશા શિવના પ્રકોપને ભાગી બને છે અને ક્યારે પણ સુખી જીવન નથી વિતાવી શકતો.
તમે તમારા દિૃમાગમાં જે વિચારો છો તે ભગવાનથી છુપાતું નથી માટે ભલે તમે તમારી વાત કે વ્યવહારથી કોઇને નુકસાન ન પહોંચાડયુ હોય પણ મનમાં કોઈ પ્રત્યે ખોટો ભાવ લાવો તો પણ તે પાપની શ્રેણીમાં જ આવે છે. ચલો હવે જાણીએ એવા કયા કયા પાપ છે જે ભગવાન શિવને પસંદૃ નથી અને પુરાણમાં વર્જિત બતાવવામાં આવ્યા છે.

  • બીજાના પતિ કે પત્ની પર ખોટી નજર રાખવી કે તેને પામવાની ઈચ્છા રાખવી તે સૌથી મોટું પાપ છે અને પુરાણમાં એને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યું છે.
  • બીજાનું ધન મેળવવું કે તેને પોતાનું બનાવવાની ઇચ્છા રાખવી ભગવાનની નજરમાં અક્ષમ્ય અપરાધી છે. બીજાનુ ધન માટી સમાન સમજવું જોઈએ.
  • કોઈપણ નિર્દૃોષ કે કમજોર ને કષ્ટ દૃેવું, નુકસાન પહોંચાડવું કે તેમનું ધન લૂંટવું, તેમના કામમાં વિઘ્ન લાવવાની યોજના બનાવવી કે એવું કંઈ વિચાર લાવો પણ શિવની નજરમાં ખોટું છે અને તેને માફી પણ મળતી નથી.
  • સારી વાતો ભૂલીને ખોટા રસ્તે જનારો પણ પાપનાં ભાગીદૃાર છે અને ભગવાન શિવ તેને માફીને લાયક નથી સમજતા.
  • ક્યારેય કોઈ સ્ત્રી પર ખોટી નજર ન રાખવી જોઈએ કેમકે એવું ખોટું કરનાર ક્યારે ન તો સંસારિક જીવન ભોગવી શકે કે ન તો ધનથી સંતુષ્ટ થઈ શકે.
  • માતા-પિતાને નુકસાન પહોંચાડનાર કે એમને તકલીફ દૃેનાર ભગવાન શિવની નજરમાં ક્યારે માફ ન કરવા વાળું પાપ કરે છે. આવું કરવું ઈશ્ર્વરને દૃુ:ખ પહોંચાડવાને બરાબર છે જે વ્યક્તિ એ ન કરવું જોઈએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર