સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકનવગ્રહને મજબૂત કરવા શિવલિંગ પર ચઢાવો આ દ્રવ્યો : શિવજીની કૃપાથી ગ્રહ...

નવગ્રહને મજબૂત કરવા શિવલિંગ પર ચઢાવો આ દ્રવ્યો : શિવજીની કૃપાથી ગ્રહ પીડાં થશે દૂર

(આઝાદ સંદેશ) : આપણા જીવનમાં ઘટિત થતી ઘટનાઓમાં ગ્રહોની સ્થિતિ અને દિશાનું વિશેષ મહત્વ રહલું હોવાનું માનવામાં આવે છે. જો ગ્રહો યોગ્ય અને સાનુકૂળ સ્થિતિમાં હોય તો જીવનમાં શાંતિ અને પ્રગતિ આવે છે અને ભાગ્ય પણ સાથ આપે છે. પણ જો તેમની દશા ખરાબ હોય તો તમારે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમે નવગ્રહોને શાંત કરવા માટે નવગ્રહ શાંતિ ઉપાય અજમાવી શકો છો. નવગ્રહ જીવનની દરેક નાની મોટી બાબત જેમ કે લગ્ન, કારકિર્દી અને સ્વાસ્થ્યને સીધી જ અસર કરે છે. અત્યારે ભગવાન ભોળાનાથના પ્રિય શ્રાવણ માસ ચાલુ છે એવામાં અમે તમને કેટલીક એવા ઉપાય જણવાવા જઈ રહ્યાં છે જેની મદદથી નવગ્રહો શાંત થશે. અહીં તમે દિવસો પ્રમાણે શિવલિંગ જણાવવામાં આવેલી વસ્તુઓ અર્પણ કરશો તો તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે અને નવગ્રહો પણ પ્રસન્ન થશે. ચાલો જાણીએ કે કેટલાક ઉપાયો, જેના દ્વારા નવ ગ્રહો શાંત થશે.
નવગ્રહ શાંતિ માટે શિવલિંગ પર અર્પણ કરો આ વસ્તુઓ
સોમવાર : સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ છે. આ દિવસે શિવલિંગ પર દૂધ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે. આ સિવાય શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી ભગવાન ભોળનાથ પણ પ્રસન્ન થાય છે.
મંગળવાર: જો કોઈ વ્યક્તિ દર મંગળવારે શિવલિંગ પર મધનો અભિષેક કરે, તો તેને જીવનના તમામ કાર્યોમાં સિદ્ધિ અને સફળતા હાંસલ થાય છે.
બુધવાર : ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. એવામાં જો બુધવારના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવામાં આવે, તો તેનાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. બુધવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.
ગુરુવાર: ગુરુવારે શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી સારું ફળ મળે છે, સાથે જ ગ્રહ દોષોનુ પણ નિવારણ થાય છે.
શુક્રવાર : જો કુંડળીમાં શુક્રની સ્થિતી મજબૂત હોય તો જાતકને ધનની પ્રાપ્તિ થાય છે. શુંક્ર મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે શિવલિંગ પર ગુલાબજળ અને ચંદનવાળા જળનો અભિષેક કરવો જોઈએ.
શનિવાર : શનિવારે શિવલિંગ પર કાળા તલ અને કાળા અડદ અર્પણ કરવામાં આવે, તો તેના કારણે વ્યક્તિ પર શનિના અશુભ પ્રભાવોની અસર ઓછી થાય છે.
રવિવાર : રવિવારે જળમાં અક્ષત નાંખી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો કુંડળીમાં સૂર્યની સ્થિતી મજબૂત બને છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર