સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકધર્મ સંદેશ : ત્રિદેવના સાકાર રૂપ બનવા માટે બ્રહ્માજીને શંખ, શિવજીને શિવલિંગ...

ધર્મ સંદેશ : ત્રિદેવના સાકાર રૂપ બનવા માટે બ્રહ્માજીને શંખ, શિવજીને શિવલિંગ અને વિષ્ણુને શાલીગ્રામ રૂપમાં સર્વોત્તમ માન્યા

(આઝાદ સંદેશ) : હિન્દુ ધર્મમાં ત્રણ મુખ્ય દેવતા છે-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સામાન્ય માણસે આ ત્રણેયને પ્રકૃતિ તત્વોમાં શોધવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રિદેવના સાકાર રૂપ બનવા માટે સર્વપ્રથમ બ્રહ્માજીને શંખ, શિવજીને શિવલિંગ અને ભગવાન વિષ્ણુને શાલીગ્રામ રૂપમાં સર્વોત્તમ માન્યા છે. ઉલ્લેખનીય છે કે આ શંખ સૂર્ય, ચંદ્ર સમાન દેવસ્વરૂપ છે જેના મધ્યમાં વરૂણ, પૃષ્ઠમાં બ્રહ્મા તથા અગ્રમાં ગંગા અને સરસ્વતી નદીઓનો વાસ છે. હિન્દુ ધર્મમાં શાલિગ્રામ અને શિવલિંગની પૂજાને વધારે મહત્વ આપવામાં આવે છે. તેમને ભગવાનનું વિગ્રહ રૂપ માનવામાં આવે છે. શિવલિંગ ભગવાન શંકરનું પ્રતીક છે તો શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. ભગવાન શિવના ભારતમાં અસંખ્ય મંદિરો આવેલા છે પરંતુ શાલિગ્રામજીનું એક જ મંદિર છે.
શાલીગ્રામનું મંદિર શીલાગ્રામનું પ્રસિધ્ઘ મંદિર મુક્તિનાથમાં સ્થિત છે. આ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાં એક છે. આ તીર્થસ્થાન શાલીગ્રામ ભગવાન માટે પ્રસિધ્ઘ છે. મુક્તિનાથની યાત્રા કરવી મુશ્કેલ છે. માનવામાં આવે છે કે અહીંયા આવનાર લોકોને દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. મુક્તિનાથ નેપાળમાં સ્થિત છે. કાઠમંડુથી મુક્તિનાથની યાત્રા કરવા માટે પોખરા જવું પડે છે. ત્યાંથી યાત્રાની શરૂઆત થાય છે. પોખરાથી સડક અને હવાઇ માર્ગ બન્ને જઇ શકાય છે. મુક્તિનાથ જવા માટે હેલિકોપ્ટર અને વિમાન સેવા મળી શકે છે. યાત્રીઓ બસના માધ્યમથી યાત્રા કરી શકે છે. પોખરા પહોંચવા માટે 200 કિલોમીટરનું અંતર છે. શિવલિંગની જેમ શાલીગ્રામ પણ દુર્લભ છે. કેટલાક શાલીગ્રામ નેપાળના મુક્તિનાથ, કાળી ગંડકી નદીના તટ પર હોય છે. કાળા અને ભૂરા શાલીગ્રામ સિવાય સફેદ, ભૂરા અને જ્યોતિમુક્ત શાલીગ્રામ વધારે દુર્લભ હોય છે. પૂર્ણ શાલીગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રની આકૃતિ અંકિત હોય છે. વિષ્ણુના અવતારો પ્રમાણે શાલીગ્રામ મેળવી શકાય છે. શાલીગ્રામનો આકાર ગોળ હોય તો વિષ્ણુનું સ્વરૂપ ગોપાળનું હોય છે. શાલીગ્રામનો આકાર માછલી જેવો હોય તો વિષ્ણુના મત્સ્ય અવતારનું પ્રતીક છે. શાલીગ્રામ કાચબાના આકારના હોય તો ભગવાન કચ્છપ અને કુર્મ અવતારનું પ્રતીક છે. આ રીતે 33 પ્રકારના શાલીગ્રામ હોય છે જેમાં 24 પ્રકારનો વિષ્ણુના 24 અવતારો સાથે સંબંધિત માનવામાં આવે છે. 24 શાલીગ્રામ વર્ષના 24 એકદાશી વ્રત સાથે સંબંધિત છે.
શાલીગ્રામની પૂજા – ઘરમાં માત્ર એક જ શાલીગ્રામની પૂજા કરવી જોઇએ. વિષ્ણુની મૂર્તિ કરતાં પણ શાલીગ્રામ પૂજાનું મહત્વ વધારે છે. – શાલીગ્રામની પૂજા કરીને તેના પર તુલસીનું એક પાન મૂકવામાં આવે છે. – પ્રતિદિન શાલીગ્રામને પંચામૃત દ્વારા સ્નાન કરાવવામાં આવે છે. જે ઘરમાં શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે. શાલીગ્રામની પૂજા કરવાથી પાપો નષ્ટ થાય છે. શાલીગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે. તેમના પૂજનમાં આચાર-વિચારની શધ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. શિવલિંગ શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે તો જલધારીને માતા પાર્વતીનું રૂપ. નિરાકાર રૂપમાં ભગવાન શિવની શિવલિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ઓમ નમ: સિવાય આ ભગવાનના પંચાક્ષરી મંત્ર છે. તેનો જપ કરીને શિવલિંગની પૂજા અને અભિષેક કરવામાં આવે છે. આ સિવાય મહામૃત્યુંજય અને શિવસ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે. શિવલિંગની પૂજાનું વિધાન વિસ્તૃત છે તેથી કોઇ પુજારીના માધ્યમથી સંપન્ન કરાવી શકાય છે. – શિવલિંગની પૂજા કરવા માટે સૌપ્રથમ તેને પંચામૃત દ્વારા સ્નાન કરાવવામાં આવે છે. ત્યારપછી તેના પર આડી ત્રણ રેખાઓ ભસ્મથી કરવામાં આવે છે. તેના પર તિલક કરવું. – શિવલિંગ પર ક્યારેય હળદર ચડાવવામાં આવતી નથી પરંતુ જળાધારી પર હળદર ચડાવી શકાય છે. – શિવલિંગ પર દૂધ, જળ, કાળા તલથી પૂજન કર્યા પછી બિલીપત્ર મૂકવા જોઇએ. ધતૂરા, આંકડા અને જૂઇના ફુલોનો ઉપયોગ પૂજા માટે કરવો જોઇએ. શિવમંદિરમાં હંમેશા અધૂરી પરિક્રમા જ કરવામાં આવે છે. – શિવલિંગની પૂજા કર્યા પહેલા માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શિવલિંગનો અર્થ શિવલિંગનો નાદ અને બિંદુનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણોમાં તેને જ્યોતિબંદ કહેવામાં આવે છે. પુરાણોમાં શિવલિંગને કેટલાક અન્ય નામોથી પણ સંબોધિત કરવામાં આવે છે જેમ કે પ્રકાશ સ્તંભ લિંગ, અગ્નિ સ્તંભ લિંગ, ઉર્જા સ્તંભ લિંગ, બ્રહ્માંડીય સ્તંભ લિંગ વગેરે. શિવનો અર્થ પરમ કલ્યાણકારી શુભ અને લિંગનો અર્થ સર્જન જ્યોતિ થાય છે. વેદ અને વેદાંતમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીર માટે વાપરવામાં આવે છે. આ સૂક્ષ્મ શરીર 17 તત્વોથી બનેલું હોય છે. મન, બુદ્ધિ, પ જ્ઞાનેન્દ્રિયો અને પ વાયુ. શિવલિંગનો આકાર બ્રહ્માંડમાં ફરી રહેલ આકાશગંગા જેવો છે. આ શિવલિંગ આપણા બ્રહ્માંડમાં ફરી રહેલા પિંડોનું પ્રતીક છે. વેદ અનુસાર જ્યોર્તિલંગ એટલે વ્યાપક બ્રહ્માત્મલિંગ જેનો અર્થ થાય છે વ્યાપક પ્રકાશ. શિવપુરાણ અનુસાર બાહ્ય, માયા, જીવ, મન, બુદ્ઘિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીને જ્યોર્તિલંગ અને જ્યોતિ પિંડ કહેવાય છે. ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુને શિવના પરબ્રહ્મનું જ્ઞાન થયું. આ સમયથી જ શિવને પરબ્રહ્મ માનીને તેમના પ્રતીકરૂપે લિંગની પૂજાની શરૂઆત કરવામાં આવી. આ ઘટના અરૂણાચલ પ્રદેશમાં થઇ હતી. ઐતિહાસિક પ્રમાણો અનુસાર પૂર્વ સંપૂર્ણ ધરતી પર ઉલ્કાપાતનો અધિક પ્રકોપ થયો હતો. આદિ માનવને તે રૂદ્ર શિવનો આવિર્ભાવ દેખાયો હતો. જ્યાં જ્યાં તેમના પિંડો પડ્યા હતાં તે દરેક જગ્યાએ આ પિંડની રક્ષા કરવા માટે મંદિરો બનાવવામાં આવ્યા હતાં. આ રીતે ધરતી પર હજારો શિવ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં મુખ્ય 108 જ્યોર્તિલિંગ મુખ્ય હતાં. શિવપુરાણ અનુસાર તે સમયે આકાશમાંથી પૃથ્વી પર જ્યોતિપિંડ પડ્યા અને થોડી વાર માટે પ્રકાશ ફેલાયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર