સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકનડતરરૂપ ગ્રહોને શાંત કરવા માટે કરો આ સરળ ઉપાય

નડતરરૂપ ગ્રહોને શાંત કરવા માટે કરો આ સરળ ઉપાય

દરેક લોકોને કોઇ કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમયમાં જો મુશ્કેલી દુર થઇ જાય તો તેના પર લોકો ધ્યાન આપતાં નથી. પણ, એક મુશ્કેલી પુરી થાય ન થાય ત્યાં બીજી મુશ્કેલી આવી પડે તો માણસ મુંજાઇ જાય છે. અને આવી મુશ્કેલીના હલ માટે જ્યોતિષશાસ્ત્રીઓની મદદ લે છે. જ્યારે કોઇ ગ્રહનું નડતર હોય ત્યારે મુશ્કેલી આવી પડે છે. શરીરના સાત રંગ અને ગ્રહો એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે, ગ્રહપીડા શરૂ થાય ત્યારે આપણાં શરીરમાં એ ગ્રહના રંગની ખામી સર્જાય છે. એ રંગની ખામી દુર કરવા માટે અનાજનું દાન કે એ ગ્રહના નંગ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી ગ્રહ મજબુત બને છે. આજે નબળા ગ્રહો અને તેના સરળ અને સરસ ઉપાય વિશે વાત કરીએ.
લ જેનો સુર્ય નબળો હોય એમની નિર્ણય શક્તિ બહુ ઓછી હોય છે, નિર્ણય લેવામાં એ બહુ વાર લગાડે, નાની ઉમરમાં ચશ્માના નંબર આવી જાય, નાની ઉમરમાં હ્રદયને લગતી બીમારીઓ થાય બ્લડ પ્રેશર આવી જાય. જમવા બેસે અને ઉપરથી મીઠું ભભરાવીને જમે તો સમજવું કે એનો સૂર્ય ગ્રહ નબળો છે. સુર્યને બળવાન બનાવવા માટે રોજ સવારે ત્રાંબાના કળશમાં પાણી, ચપટી કંકુ, ચોખા અને લાલ ફૂલ પધરાવી એ જળ સૂર્યને ચડાવવું – ૐ સૂર્યાય નમ: આ મંત્ર માળા જાંબલી આસન પર બેસીને કરવી,લાપસી અથવા ખીર ખાઈ રવિવારે મીઠા વગરનું ભોજન એક ટાઈમ લેવું. સુર્યને લગતા અનાજ ઘઉં, ગોળ, પકવાન વગેરેનું દાન પણ કરી શકાય છે.
લ જેનો ચંદ્ર નબળો હોય એમનું મન સ્થિર ન હોય, એ વ્યક્તિ ક્યારેય એક આસને સ્થિર થઈને બેસે નહીં. વારંવાર સ્થાન બદલ્યા કરે, નાક સતત વહેતું રહે,શરદી રહે, નાના બાળકોને પાંચ વર્ષ સુધી નાક સતત વહેતું હોય અને બાળકો ક્યારેય સ્થિર થઈ ને બેસે નહીં. ચંદ્રને બળવાન કરવા માટે પૂનમની રાત્રે બે ક્લાક ચંદ્ર પ્રકાશમાં બેસવું. સફેદ આસન પર બેસી – ૐ ચંદ્રમસે નમ: – એ મંત્રની માળા કરવી, ખીર ખાઈને સોમવારે એકટાણા કરવા. ચંદ્રને લગતી વસ્તુઓ ચોખા, સાકર, દૂધનું દાન પણ કરી શકાય છે.
લ જેનો મંગળ નબળો હોય એમને વિવાહ કે વેવિશાળ થવામાં ઘણો વિલંબ થાય. 28માં વર્ષ પછી વેવિશાળ વિવાહ થાય, ગુસ્સાવાળો સ્વભાવ રહે, 1-4-7-8 કે 12મે મંગળ હોય તો માંગલિક કુંડલી બને આથી, દાંપત્ય જીવનમાં ઝઘડાઓ થયા કરે, જમીન મકાન લે વેચ કરતાં હોય તો એ ધંધો નબળો ચાલે. ગુમડાં, ખસ, ખીલ, ખરજવા જેવા ચામડીના રોગો થયા કરે. મંગળ ગ્રહની પીડા દુર કરવા મંગળવારે ખોબામાં ઘઉં અને ગોળ રાખી ગાયને ખવરાવવા. એ સમયે ગાયની જીભ હથેળીને અડવી જોઈએ. લાલ રંગનું શિવલિંગ ઉપર મંગલવારે મસૂરની દાળ ચડાવી રૂદ્રાભિષેક કરવો, લાલ આસન પર બેસી – ૐ ભોમાય નમ: એ મંત્રની માળા કરવી.
લ જેનો બુધ નબળો હોય એને બુદ્ધિ ઓછી હોય, બોલવા ઊભા થાય ત્યારે એ સમુહમાં બરાબર બોલી ન શકે. કડવી ભાષા હોય, ગેસ એસિડિટી અપચો અને પેટના દર્દ વધુ થતાં હોય બુધને બળવાન બનાવવા મગનું શાક ખાઈને બુધવારના એકટાણાં કરવા, સંભવ હોય ત્યાં લીલાછમ વૃક્ષો વચ્ચે રહેવું. લીલા આસન પર બેસી – ૐ બુધાય નમ: એ મંત્રની માળા કરવી. આ સિવાય લીલા શાકભાજી ગાયને લીલા ચારાનું દાન કરી શકાય.
લ જેનો ગુરૂ નબળો હોય એનો વેપાર ધંધો બરાબર ન ચાલતો હોય, વિદ્યાભ્યાસ બરાબર કરી ન શકેે. નાસ્તિક સ્વભાવ હોય, અને અંતરમુખી વ્યક્તિત્વ હોય. બધા સાથે ઓછું બોલવાનો એનો સ્વભાવ હોય. નબળા ગુરૂને બળવાન બનાવવા માટે રોજ સવારે જાગીને માતા પિતાના કે પરિવારના વડિલોના ચરણ સ્પર્શ કરવા,પીળા આસન પર બેસી – ૐ બૃહસ્પત્યે નમ: – એ મંત્રની માળા કરવી – ચણા દાળ ખાઈને ગુરુવાર એકટાણા કરવા, વિદ્યાપ્રાપ્તી માટે એક બુધવારે એક વાટકો ચણાની દાળ પલાળીને ગુરૂવારે સ્નાન બાદ તેમાં ગોળ નાખીને લાલ રંગની ગાયને ખવડાવવા.
લ જેનો શુક્ર જેનો નબળો હોય એનો ચેહરો અને શરીર નિસ્તેજ હોય છે. આકર્ષણશક્તિ હોતી નથી. શેર શાયરી કવિતા ગીત સંગીત આ બધામાં એને રસ ન હોય – મોજ શોખ એને જરાય ન ગમે, તૈયાર થવું કે મહિલા હોય તો શણગાર કરવો ન ગમે. સુગંધિત દ્રવ્યો સ્પ્રે, અત્તર ન ગમે. શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારે સફેદ આસન પર બેસી – ૐ શુક્રાય નમ: એ મંત્રની માળા કરવી. ખીર ખાઈને શુક્રવાર એકટાણા કરવા.
લ શનિની પનોતી જીવનમાં બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા એમ ત્રણ વાર આવે.એમાં વૃધ્ધાવસ્થાની પનોતી વધુ ખરાબ અને મૃત્યુતુલ્ય કષ્ટ આપનારી ગણાય છે. જેનો શનિ નબળો હોય તેને આર્થિક સમસ્યા રહે, પડવા-વાગવાથી ફ્રેક્ચર સહિતની ઇજાની શક્યતા રહે. હાડકાં ભાંગવાની કાયમ.બીક રહે. શનિને બળવાન બનાવવા શનિવારે સંધ્યા સમયે પીપળા પાસે ઊભી વાટનો તેલનો દીવો કરો અને પીપળાને હનુમાન ચાલીસા સંભળાવવા. સુંદરકાંડ પાઠ કરવો. યમુનાષ્ટકના પાઠ કરવા. શનિવારે કાળા આસન પર બેસી – ૐ શનૈશ્ર્ચરાય નમ: એ મંત્રની માળા કરો. અડદ દાળ, બાજરાનો રોટલો અને લસણ ચટણી ખાઈને શનિવાર એકટાણા કરવા. જેઓને સાડાસાતી કે અઢી વર્ષની નાની પનોતી ચાલતી હોય તેઓએ માટીના કોડિયામાં સરસવનું તેલમાં એક લવીંગ, પાંચ કાળા મરી, અડદના સાત કે અગિયાર દાણા નાખી લાંબી વાટનો દિવો શનિવારે સાંજે સુર્યાસ્ત પછી 45 મીનીટમાં કરવો. તમારી નામની રાશી મુજબ પીપળે પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ બન્ને હાથની મધ્યમા આંગળીને દિવાવાળા તેલમા બોળીને પીપળાને બન્ને આંગળીથી તિલક કરવું. પીપલાદ ઋષીએ શનિદેવના ગુરૂ છે. અને પીપળામાં તેઓનો પણ વાસ છે. આથી પીપળાને દીવો કરીને તિલક કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.અને પનોતીની પીડામાંથી મુક્તિ આપે છે.
લ જેનો રાહુ નબળો હોય એને માતા પિતાની છત્રછાયા ગુમાવવી પડે. શરીરના સાંધા દુખે, કમરનો દુખાવો થયા કરે, શરીર સાવ પાતળું રહેે. રાહુને બળવાન બનાવવા અડદ ખાઈ બુધવાર એકટાણા કરવા, સફાઈ કામદારને બુધવારે ચા પીવડાવવી, કાળા આસન પર બેસી – ૐ રાં રાહવૈ નમ: એ મંત્રની માળા કરવી. શિવજીને ગરમ ર્ક્યા વગરના ગાયના દૂધમાં કાળા તલ નાખીને અભિષેક કરવો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર