શહેરમાં ડેન્ગ્યુના અત્યાર સુધીમાં કુલ 222 કેસો નોંધાયા : એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1174, સામાન્ય તાવના 637, ઝાડા – ઉલટીના 230, ટાઈફોઈડ તાવના 4 અને કમળાના બે કેસો : મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 401 અને કોર્મશીયલ 117 આસામીને નોટીસ : રૂ. 66,550નો વહિવટી ચાર્જ વસુલાયો : રાજકોટ મહાનગર પાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરાયેલ કામગીરી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં સાતમ-આઠના તહેવારોમાં પડેલ ભારે વરસાદ બાદ ફેલાયેલ મચ્છરજન્ય રોચગાળો હજુ પણ કાબૂમાં આવ્યો નથી તેવામાં ફરી શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આ રોગચાળો વધુ વિકરાળ બને તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુએ ફૂંફાડો માર્યો છે. સરકારી ચોપડે શહેરમાં ડેન્ગ્યુના વધુ 32 કેસો નોંધાયા છે. આ સાથે આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 222 કેસો નોંધાઇ ચૂકયા છે. બીજી તરફ સામાન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં શરદી-ઉધરસ-તાવના 1800થી વધુ કેસો નોંધાયા છે.
રાજકોટ મહાગનરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર શહેરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના વધુ 32 કેસો નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 1174, સામાન્ય તાવના 637, ઝાડા – ઉલટીના 230, ટાઈફોઈડ તાવના 4 અને કમળાના બે કેસો નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે, ઓગષ્ટમાં પડેલ ભારે વરસાદ બાદથી શહેરમાં ચોગચાળો વકર્યો છે જે હજુ પણ કાબૂમાં આવ્યો નથી દરમિયાન ફરી શહેરમાં વરસાદી માહોલ સર્જાતા આ રોગચાળો વધુ વકરે તેવી દહેશત છે. દરમિયાન રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.23/9થી તા.29/9 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 81,790 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 6173 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા રહેણાક સિવાય અન્ય 316 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 401 અને કોર્મશીયલ 117 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂા.66,550નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.