સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોન્ચ કરી પોતાની યુટ્યૂબ ચેનલ, ત્રણ કલાકમાં જ બન્યા 2...

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોન્ચ કરી પોતાની યુટ્યૂબ ચેનલ, ત્રણ કલાકમાં જ બન્યા 2 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ

(આઝાદ સંદેશ), નવી દિલ્હી : ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર પોતાનો કમાલ બતાવતો જોવા મળે છે. દુનિયાભરના કરોડો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે આતુર છે. રોનાલ્ડોનો ક્રેઝ એવો છે કે ચાહકો તેના માટે મરવા પણ તૈયાર છે. હવે આ સ્ટાર ખેલાડીએ ઈન્ટરનેટની દુનિયામાં પણ ધૂમ મચાવી છે. રોનાલ્ડોએ તેની ચેનલ ’ઞછ ઈશિતશિંફક્ષજ્ઞ’ શરૂ કરીને યુટ્યુબની દુનિયામાં એન્ટ્રી મારી છે. રોનાલ્ડોને અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. બુધવારે તે યુટ્યુબ પર આવ્યો કે તરત જ તેના ચાહકો તેની ચેનલ પર ઉમટી પડ્યા. તેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર બે કલાકમાં જ રોનાલ્ડોની ચેનલે 10 લાખ (10 લાખ)થી વધુ સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે રોનાલ્ડોએ રેકોર્ડ સમયમાં આટલા સબસ્ક્રાઇબર્સ મેળવીને ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેના લગભગ 50 લાખ (50 લાખ) સબસ્ક્રાઇબર્સ છે. ’ઞછ’ ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી ઢજ્ઞીઝીબય ચેનલ બનવાના ટ્રેક પર છે. હાલમાં, ખિઇયફતિં સૌથી વધુ ઢજ્ઞીઝીબય સબસ્ક્રાઇબર્સનો રેકોર્ડ ધરાવે છે. તેમની પાસે 311 મિલિયન (31 કરોડથી વધુ) યૂઝર્સ છે. પોતાના પહેલા વીડિયોમાં રોનાલ્ડોએ તેના ફૂટબોલ પ્રત્યેના જુસ્સા વિશે જણાવ્યું. આ સાથે તેણે મેદાન બહારના પોતાના જીવન વિશે પણ વાત કરી. રોનાલ્ડોએ કહ્યું- હું આ પ્રોજેક્ટ શરૂ કરીને ખૂબ જ ખુશ છું. તે લાંબા સમયથી મારા મગજમાં હતું. હવે અમને તેને વાસ્તવિકતા બનાવવાનો મોકો મળ્યો છે. મને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડવામાં હંમેશા આનંદ આવ્યો છે. હવે મને યુટ્યુબ ચેનલ દ્વારા એક વધુ મોટું પ્લેટફોર્મ મળશે. ચાહકો મારા પરિવાર અને વિવિધ વિષયો પરના મારા વિચારો જાણી શકશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર