સુરતના થોડા સમય પહેલા જ એક ડાયમંડ ફેકટરીમાં આગ લાગવાને કારણે ૧૪ જેટલા રત્નકલાકારો દાઝયા હતા. ત્યારે હાલ ફરી એક વાર શહેરમાં આગનો બનાવ બન્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનું શરુ થઇ ગયું હતું. ટેક્સટાઈનું કામ ચાલતું હતું તે દરમ્યાન આ ઘટના બની હતી. આગ લાગવાને કારણે ૫ લોકો દાઝ્યા હતા. જેમાંથી એક નું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર સુરતના સીમાડામાં આવેલા વાલમ નગરમાં એક મકાનના ત્રીજા માળે ડ્રેસ અને સાડીમાં ટીકી લાગવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હતી. રૂમમાં ૮ લોકો કામ કરી રહ્યા હતા જેમાં થી ૫ લોકો દાઝ્યા હતા. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ૫ પૈકી એકનું મોત થયું હતું.
આગની ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું અને આગને કાબુમાં લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી . પોલીસ દ્વારા આ આગ ક્યાં કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.