સોમવાર, નવેમ્બર 2, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 2, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં મિસાઈલની જેમ પ્લેન ખાબક્યું, વિમાનમાં સવાર તમામ 9 મુસાફરોના મોત

અમેરિકામાં મિસાઈલની જેમ પ્લેન ખાબક્યું, વિમાનમાં સવાર તમામ 9 મુસાફરોના મોત

સાઉથ ફ્લોરિડા વિસ્તારમાં બનેલી ઘટનામાં વિમાન રહેણાંક વિસ્તારમાં ખાબક્યા બાદ આંગનગોળો બન્યું

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં રવિવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં શહેરના મધ્યમાં એક બિઝનેસ જેટ મિસાઈલની જેમ સીધું રહેણાંક વિસ્તારમાં ખાબક્યું હતું. જમીન પર પટકાતાની સાથે જ પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

વિમાન દુર્ઘટના અંગે  ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે જણાવ્યું કે આ એક પ્રાઈવેટ જેટ હતું, જે ટેક્સાસના ઓસ્ટિનથી ઉડાન ભરીને બહામાસ જઈ રહ્યું હતું. પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ક્રેસ્ટહેવન નજીક ‘મિલિટ્રી ટ્રેલ’ વિસ્તારમાં થયો હતો. આ 6-લેન વાળો અત્યંત વ્યસ્ત રસ્તો છે, જ્યાં અનેક ખાણીપીણીની દુકાનો આવેલી છે. સદનસીબે પ્લેન નજીકના મકાનો સાથે ટકરાતા બચી ગયું હતું, જેથી જમીન પર અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.અમેરિકાના પરિવહન મંત્રી શોન ડફીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને તમામ 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પામ બીચ કાઉન્ટી ફાયર રેસ્ક્યુ દ્વારા આ ભયાનક અકસ્માતને ‘માસ કેઝ્યુઅલ્ટી ઈન્સિડન્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની વિશેષ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દુર્ઘટનાના કારણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્લેનને આકાશમાંથી સીધું નીચે પડતું અને જમીન પર પટકાતાની સાથે જ ધડાકાભેર સળગતું જોઈ શકાય છે. ઘટનાસ્થળે ચારેબાજુ કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ જોવા મળી હતી. રહેણાંક મકાનોથી થોડા જ અંતરે આ પ્લેન ક્રેશ થતાં સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા આ વિસ્તારમાં અવરજવર બંધ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર