નવસારીઃ શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. જૂન માસ પુરો થયો છતાં વાવણી લાયક વરસાદ ન પડ્યો. ડાંગર રોપણી માટે યોગ્ય વરસાદની ખેડૂતો કોગડોળે રાહ જોઇ રહ્યા છે.
નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જનજીવન પ્રભાવિત
નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે.
ભરૂચ: અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદી માહોલ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ચોમાસાનું આગમન રાહતરૂપ બન્યું છે. વિધિવત વરસાદ શરૂ થતાં ખેતીકાર્યોને વેગ મળશે તેવી આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


