સોમવાર, જૂન 29, 2026

ઈ-પેપર

સોમવાર, જૂન 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતજેતપર ઉપવાસ આંદોલનને વધુ વેગ, મંત્રી કાંતિ અમૃતિયાના બંને ભાઈ ઉપવાસ છાવણીમાં...

જેતપર ઉપવાસ આંદોલનને વધુ વેગ, મંત્રી કાંતિ અમૃતિયાના બંને ભાઈ ઉપવાસ છાવણીમાં પહોંચ્યા; 100થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતોનો સમર્થન કાફલો

મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ લાઇન અને વળતરના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનને દિવસેને દિવસે વધુ સમર્થન મળી રહ્યું છે. આજે ઉપવાસ છાવણીમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના બંને નાના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ કાળુભાઈ અમૃતિયા આમરણાંત ઉપવાસ પર બેઠા છે, જ્યારે ભરતભાઈ અમૃતિયા પણ ઉપવાસ છાવણીમાં પહોંચી ખેડૂતો અને ઉપવાસીઓને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. અગાઉ પણ આંદોલનને લઈ અમૃતિયા પરિવારની હાજરી અને ચર્ચાઓ સામે આવી ચૂકી છે.

બીજી તરફ, આંદોલનને વધુ બળ આપવા માટે આમરણ ચોવીસી વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જેતપર પહોંચ્યા હતા. અંદાજે 100થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતોનો વિશાળ કાફલો ઉપવાસ છાવણીમાં પહોંચતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની એકતા અને સમર્થનનું દૃશ્ય સર્જાયું હતું. ખેડૂતો દ્વારા આંદોલનને અંત સુધી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

જેતપર ખાતે ચાલી રહેલું આ ખેડૂત આંદોલન હવે માત્ર સ્થાનિક મુદ્દો ન રહી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઉપવાસ આંદોલનને સતત વિવિધ સામાજિક આગેવાનો, ખેડૂત સંગઠનો અને ગ્રામજનોનું સમર્થન મળી રહ્યું છે. ઉપવાસ છાવણીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે ખેડૂતો પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મક્કમ સંકલ્પ સાથે અડગ હોવાનું જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર