શુક્રવાર, જૂન 26, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતજામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ

જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ

જામનગરના બેડી વિસ્તારમાં તાજીયા જુલુસ દરમિયાન બે જૂથ વચ્ચે અચાનક અથડામણ થતાં સ્થિતિ તંગ બની હતી. બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સ્થિતિને કાબૂમાં લીધી. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાન: માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત

રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લારી નજીક એક પેસેન્જર કાર ટ્રક સાથે અથડાતા સાત લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, રામગઢના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લારીમાં રામગઢ-બોકારો રોડ પર રાત્રે 12:00 વાગ્યે એક ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. કારમાં સવાર તાશા પાર્ટીના સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રામગઢ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારંગમાર્ચાના રહેવાસીઓનો પણ સમાવેશ થાય છે.

ઇરાન-અમેરિકા વચ્ચે તણાવ ઘટતા રાહતના સમાચાર

ઇરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘટતા ઊર્જા ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પર લાગુ તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે, જેના કારણે કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને મોટી રાહત મળશે. જોકે મોટા ઔદ્યોગિક એકમોને તેમના કુલ વપરાશના માત્ર 50 ટકા ગેસની જ ફાળવણી કરવામાં આવશે. સાથે જ પ્રોપેન અને બ્યુટેનના સપ્લાય સંબંધિત નિયમોમાં પણ રાહત આપવામાં આવતા ઉદ્યોગોને કામગીરીમાં સરળતા મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર