પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદર નજીકના બ્રીજના સર્વિસ રોડ ઉપર પવનચક્કીનું પાંખ લઈ અવારનવાર મેન હાઇવે ઉપર અકસ્માત સર્જે તે રીતે ટ્રાફિકજામ કરી દિવસ દરમિયાન ચાલતા હોય છે ફરી એકવાર પોરબંદરના ધરમપુર વનાણા નજીક પવન ચક્કીની પાંખ લઈને ભારે વાહન ટ્રક જોવા મળ્યો બંને પાંખોએ સર્વિસ રોડના ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાની હદ વટાવી અવારનવાર પવનચક્કી મેન હાઇવે ઉપર દિવસ દરમિયાન ચાલતી જોવા મળે છે જોકે પવનચક્કીના સંચાલકોને સૂર્યાસ્ત બાદ જ પવનચક્કી અને તેની સાધન સામગ્રી લઈને નીકળવાની પરમિશન હોય છે પરંતુ પવનચક્કીના સંચાલકો ખુલ્લી દાદાગીરી કરતા હોય અને કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક નથી કોઈ ડર નથી તેવી રીતે પવનચક્કીના સંચાલકો હાઇવે ઉપર ટ્રાફિકજામ અકસ્માત સર્જાય તે રીતે વાહનો લઈને સરેઆમ નીકળી જાય છે આજે વધુ એક વિડિયો અમારા પાસે પહોંચ્યો છે જેમાં નજીક પવનચક્કીના સંચાલકો ટ્રાફિકજામ કરી અને પવન ચક્કી લઈને નીકળે છે જોકે હવે આવા પવનચક્કીના સંચાલકો તેની સાથે ચાલનારા પેટ્રોલિંગ વાહનો અને અધિકારીઓ ઉપર કાર્યવાહી થાય છે કે પછી મોટા માથાઓના ફોન અને ભલામણથી ભીનું સંકેરી લેવામાં આવશે તેવા પ્રશ્નો ઊભા થયા છે
પોરબંદરમાં પવનચક્કીના સંચાલકો જાણે સરકારે તેને ખુલ્લો દોરા આપ્યો હોય તેની જેમ ચાલી રહ્યા છે


