સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો ખાસ સંદેશ આપતા આશરે 2,000 લોકો સાયકલ પર આગમન કરશે. સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી સ્વચ્છતા અને પર્યાવરણનું જતન થઈ શકે. પાણીની બોટલના બદલે પરંપરાગત માટલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ અનુકૂળ વ્યવસ્થાનું પ્રતીક બન્યું છે. ઉપરાંત, ફ્લેક્સ બેનરોની જગ્યાએ હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાર્યક્રમ સ્થળને વધુ સુંદર બનાવવા માટે નાગરિકોએ પર્યાવરણ થીમ પર આધારિત 5,000થી વધુ કલાકૃતિઓનું પ્રદર્શન પણ કર્યું છે, જે સમગ્ર આયોજનને અનોખો અને સંદેશાત્મક બનાવે છે.


