શુક્રવાર, માર્ચ 27, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનધોરાજી પોલીસ સ્ટેશનમાં John Abrahamની અચાનક મુલાકાત, ‘ફોર્સ 3’ શૂટિંગ વચ્ચે વીડિયો...

ધોરાજી પોલીસ સ્ટેશનમાં John Abrahamની અચાનક મુલાકાત, ‘ફોર્સ 3’ શૂટિંગ વચ્ચે વીડિયો વાયરલ

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ફિલ્મી માહોલ સર્જાયો છે, જ્યાં બોલીવુડના જાણીતા અભિનેતા John Abraham પોતાની આગામી ફિલ્મ ફોર્સ 3 ના શૂટિંગ માટે પહોંચ્યા છે. શૂટિંગ દરમિયાન જ્હોન અબ્રાહમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્હોન અબ્રાહમ પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર (PI), ડીવાયએસપી (DYSP) અને અન્ય સ્ટાફ સાથે મુલાકાત કરી અને થોડો સમય વાતચીત કરી હતી. ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવતા અભિનેતાએ વાસ્તવિક પોલીસ તંત્ર વિશે પણ રસપૂર્વક માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજીમાં ફોર્સ 3 ના એક્શન સીન અને અન્ય મહત્વના શોટ્સ માટે શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોતાના પ્રિય અભિનેતાને જોવા આતુર જોવા મળ્યા હતા. જ્હોન અબ્રાહમના આગમનથી શહેરમાં ફિલ્મી રંગત જામતી જોવા મળી રહી છે.
આ સમગ્ર મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં જ્હોન અબ્રાહમ પોલીસ સ્ટાફ સાથે મળતા અને વાતચીત કરતા જોવા મળે છે, જેને લોકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
સ્થાનિક લોકો માટે આ ઘટના યાદગાર બની ગઈ છે, કારણ કે તેમના શહેરમાં ફિલ્મ સ્ટારની હાજરીએ ખાસ ઉમંગ પેદા કર્યો છે. ફિલ્મના શૂટિંગને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર