બુધવાર, ફેબ્રુવારી 18, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુજરાત બજેટ 2026-27 માટે કંસરી દેવી સાથે વારલી ચિત્રકલા વાળી અનોખી બજેટ...

ગુજરાત બજેટ 2026-27 માટે કંસરી દેવી સાથે વારલી ચિત્રકલા વાળી અનોખી બજેટ પોથી થઈ પસંદ, જુઓ Photos

વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નજીકના મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસતા વારલી આદિજાતિ સમુદાય દ્વારા આ કલા જીવંત રાખવામાં આવી છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલ પર પલાળેલા ચોખાથી બનેલા સફેદ રંગ વડે ચિત્રો દોરે છે.

ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આ વર્ષે પણ અનોખી અને સાંસ્કૃતિક ઓળખ ધરાવતી બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આદિવાસીઓની આરાધ્ય દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા સજ્જ આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે.

કંસરી દેવીને આદિવાસી સમાજમાં સમૃદ્ધિ અને સુખ-શાંતિની દેવી તરીકે માનવામાં આવે છે. લગ્ન, નવા ધાનની આવક અથવા અન્ય શુભ પ્રસંગોએ તેમની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા સમાન માનવામાં આવે છે, જેમની કૃપાથી ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નજીકના મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસતા વારલી આદિજાતિ સમુદાય દ્વારા આ કલા જીવંત રાખવામાં આવી છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલ પર પલાળેલા ચોખાથી બનેલા સફેદ રંગ વડે ચિત્રો દોરે છે.

સંબંધિત સમાચાર

રાજકોટ | શિક્ષણ સમાચાર

તાજા સમાચાર