શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં પુત્રીને ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને છેલ્લા શ્વાસ સુધીની સજા

રાજકોટમાં પુત્રીને ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને છેલ્લા શ્વાસ સુધીની સજા

આરોપીને 18 હજારનો દંડ ભરવાનો હુકમ, ભોગ બનનારને રૂા.7 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને પોક્સો કોર્ટના જજ વી.એ.રાણાએ તક્સીરવાન ઠરાવી છેલ્લા શ્ર્વાસ સુધી સખત કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે, રીક્ષા ચલાવતા આરોપીએ તેની પુત્રી જ્યારે બાળકી હતી ત્યારથી જ તેને એકાંતમાં ડરાવી, ધમકાવી શારીરિક અડપલાની શરૂઆત કરી હતી. ત્યારપછી પુત્રી 13 વર્ષની થઇ ત્યારે તેની ઉપર પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સીલસીલો ફરિયાદ થઇ ત્યાં સુધી ચાલતો રહ્યો હતો. બાળકીમાંથી સગીરા બનેલી ભોગ બનનાર પુખ્ત થઇ હતી. આમ છતાં બીકના માર્યા કોઇને કંઇ હી શકી ન હતી. ફરિયાદ થઇ તેની આજુબાજુના સમયમાં તેને ગર્ભપાત થતા નરાધમ પિતાનો ભાંડો ફુટ્યો હતો. આખરે ભોગ બનનારની માતાએ હિંમત આપતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલતા ભોગ બનનાર અને તેની માતાનું ડીએનએ પરીક્ષણ કરનાર અધિકારી વગેરેની જુબાની લેવામાં આવી હતી. આ રીતે આરોપી વિરૂદ્ધનો સજ્જડ પુરાવો રેકોર્ડ પર આવ્યો હતો. બંન્ને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પુરાવા તપાસી અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવ્યો હતો. અદાલતે આઇપીસી કલમ 376 (3) અને પોક્સો એક્ટનો ગુનો પુરવાર થયાનું માન્યું હતું. એટલું જ નહીં આરોપીને રૂા.18 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ રૂા.7 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી મહેશભાઇ જોષી રોકાયેલા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર