શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમહાકુંભમાં ડુબકી બાદ મેયરને ‘સત્યનું જ્ઞાન’ થયું: આવતાં વે’ત ભાજપનો આંતરિક વિવાદ...

મહાકુંભમાં ડુબકી બાદ મેયરને ‘સત્યનું જ્ઞાન’ થયું: આવતાં વે’ત ભાજપનો આંતરિક વિવાદ છંછેડ્યો

બે રૂપિયાના સસ્તા ભાડે પ્રયાગ મહાકુુંભની યાત્રાની ઇચ્છા પુરી ન થઇ અને રૂ. 34,780નું ભાડું ચુકવવું પડ્યુંં: મેયર ‘કવર લેતા’ હોવાના આક્ષેપોથી ગિન્નાયેેલા નયનાબેન પેઢડિયાએ શહરેર ભાજપના નેતાઓ અને સુપર મેયર સહિતના પદાધિકારીઓ સામે ર્ક્યા ખુલ્લા આક્ષેપો: મેેયરના આક્ષેપોથી ભાજપમાંં ભડકો થવાનો એંધાણ: મેયરને વધારે ભાડું ભરવું પડ્યુ એટલે નારાજ હોવાની ચર્ચા

(આઝાદ સંદૃેશ), રાજકોટ : જેને રાજકોટના નહીં પણ માત્ર ‘મહાનગરપાલિકાના મેયર’ ગણવામાં આવે છે તેવા નયનાબેન પેઢડિયા તેમને ફાળવવામાં આવેલી સરકારી ગાડીમાં પતિ વિનુભાઇ પેઢડિયા અને ચાર બહેનપણીઓ સાથે સસ્તા ભાડે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જઇને બહેનપણીઓ અને પતિદેવ સામે હોદ્દાના રૂઆબનો રોલો પાડવા ગયા બાદ આ બાબતે સર્જાયેલા વિવાદના કારણે મેયર દંપતીની પ્રતિષ્ઠામાં પંક્ચર પડી ગયું હતું અને રાજકોટ પરત આવીને તેઓએ રૂ. 34,780નું ભાડૂં ચુુકવવું પડ્યું છે. આ કારણે પેઢડિયા દંપતી બહેનપણીઓ, પરિવાર અને સગાસબંધીઓ સામે શરમજનક પરિસ્થિતિમાં આવી ગયા છે. પણ, મહાકુંભમાં ડુબકી મારી આવ્યા બાદ મેયરને સત્યનું જ્ઞાન થયું હોય તેમ તેઓએ ભાજપનો આંતરિક વિવાદને છંછેડ્યો છે. શહેર ભાજપના આકાઓથી માંડીને મહાનગરપાલિકાના સુપર મેયર સહિતના પદાધિકારીઓ સામે તેઓએ ખુલ્લેઆમ આક્ષેપો ર્ક્યા છે. પોતેે ‘કવર’ લેતા હોવાના આક્ષેપોથી ગિન્નાયેલા મેયર નયનાબેન પેઢડિયાએ કરેલા આક્ષેપોથી શહેર ભાજપમાં ભડકો થશે કે પછી ઘીના ઠામમાં ઘી પાડીને મેયરને ‘સમજાવી’ દેવાશે ? તેવો પ્રશ્ર્ન જાગ્યો છે. બીજી બાજું એકજૂથ એવી મજાક કરી રહ્યા છે કે મેયરને ધારણાં કરતા વધુ ભાડું ચુકવવું પડ્યુું એટલે તેઓ નારાજ થઇને વિવાદ છંછેડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મેયર નયનાબેન પેઢડિયા તેમના પતિ વિનુભાઇ અને ચાર બહેનપણીઓ મેયરને ફાળવવામાં આવેલી ઇનોવા કાર લઇને પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. પણ, મેયરની ગાડીમાં કપડા સુકાતા હોવાના વિડિયો વાયરલ થતાં ભાડા સહિત વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. અને પદાધિકારીઓને રાજ્ય બહાર સરકારી વાહન લઇ જવું હોય તો માત્ર બે રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસુલાતું હોવાની વાતો વહેતી થઇ હતી. વાસ્તવમાં તત્કાલિન કમિશનર અમીત અરોરાએ 2022માં મહાનગરપાલિકાના વર્ગ 1-2-3 અને 4ના અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કરવા માંગતા હોય તો પ્રતિ કિલોમીટર 10 રૂપિયા લેખે ભાડું વસુલવાનો પરિપત્ર ર્ક્યો હતો. આમાં પદાધિકારીઓનો ક્યાંય ઉલ્લેખ નહોતો. આ પરિપત્ર મુજબ મેયર પરત આવ્યા બાદ તેમણે રાજ્ય બહાર ઉપયોગમાં લીધેલા સરકારી વાહન 3478 કિલોમીટર ચાલ્યુ હોય દસ રૂપિયા લેખે રૂ.34,780નું ભાડુ વસુલવામાં આવ્યું હતું.
સસ્તુ ભાડું અને પ્રયાગરાજની યાત્રા કરવા માંગતા મેયર દંપતીને બે રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રૂ. 6956ને બદલે પાંચ ગણું એટલે કે રૂ.34,780નું ભાડુ ચુકવવું પડતા મેયરના પેટમાં તેલ રેડાયું હતું અને, તેઓએ આવતાવેંત શહેર ભાજપના આકાઓ અને પદાધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ર્ક્યા હતા. મેયરે એવો આક્ષેપ ર્ક્યો હતો હતો કે, તેઓ બંધ કવરમાં લાંચ લેતા હોવાનો પ્રચાર એક જૂથ દ્વારા કરવામા આવે છે. પણ, હું કોઇ ભ્રષ્ટાચારમાં ક્યારેય સામેલ થતી ન હોવાથી મને દબાવવાનો આ રીતે પ્રયાસ થાય છે.તેમણે કહ્યું હતું કે હું 1999થી રાજકારણમાં છું પણ ભાજપમાં આવી સ્થિતિ મે અગાઉ ક્યારેય જોઇ નથી. કેકેવી સર્કલ ઓવરબ્રીજ નીચે ગેમઝોન બનાવવાના નિર્ણયનો પણ મેં વિરોધ ર્ક્યો હતો. પણ મારા વિરોધને દબાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે એક જૂથની નીતિરીતી સામે હોબાળાને કારણે મારો અવાજ દબાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખની પસંદગી વખતે બે જૂથ સામસામે આવી ગયા હતા તેમ સુપર મેયર ગણાતા જયમીન ઠાકર અને તેની સામેનું જૂથ એક બીજા સામે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાના લડાયક મુડમાં આવી ગયા છે. શહેર ભાજપ પ્રમુુખ મુકેશ દોશી અને સુપર મેયર ગણાતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર મનસ્વીરીતે વહિવટ ચલાવતા હોવાના આક્ષેપો વચ્ચે મેયર નયનાબેન પેેઢડિયા દ્વારા તેમને થતા અન્યાય અને કેટલાંક નેતાઓ પદાધિકારીઓ દ્વારા મેયરના હોદ્દાની ગરીમા જાળળવાને બદલે મેયરપદને ‘કઠપુતળી’ જેવું બનાવી દેવાયાની રજુઆત પ્રદેશ અને રાજ્યકક્ષાએ કરવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અનેક લોકો મનમાનીની દૂકાન ચલાવે છે: મહિલા કોર્પોરેટરોનું માન જળવાતું નથી…

દરમિયાન મહાનગરપાલિકાનું એક જૂથ કહે છે કે કેટલાંક પદાધિકારીઓ અને સંગઠ્ઠનના નેતાઓ મનમાનીની દૂકાન ચલાવી રહ્યા છે. પોતાના મનગમતા કોર્પોરેટરો સિવાય અન્ય કોઇ કોર્પોરેટરો અને ખાસ કરીને મહિલા કોર્પોરેટરો કોઇ પ્રશ્ર્નની રજુઆત કરવા જાય તો તેમનું માન જાળવવામાં આવતું નથી. રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના ભાજપના જ બે જૂથ વચ્ચે ચાલતા વિખવાદની રજુઆત પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રિય કક્ષાએ પણ કરવામાં આવી છે. નારાજ જૂથે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહને પણ ઇમેલ કરીને વિખવાદની જાણ કરી હોવાની ચર્ચા છે. આ મુદ્દે સાંસદ પરશોતમભાઇ રૂપારેલીયા, રામભાઇ મોકરીયા, વજુભાઇ વાળા અને વિજયભાઇ રૂપાણીને પણ જાણ કરાઇ હોવાનું આ જૂથ દાવો કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર