શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબસમાં ધક્કામુક્કી કરી મહિલાના પર્સમાં રહેલ રૂ.17.70 લાખના 36 તોલા દાગીના ભરેલ...

બસમાં ધક્કામુક્કી કરી મહિલાના પર્સમાં રહેલ રૂ.17.70 લાખના 36 તોલા દાગીના ભરેલ ડબ્બાની ચોરી

લોધિકાના બાલાસર ગામના શિતલબેન મેત્રા (ઉ.વ.32) ખારચિયા ગામ લગ્ન પ્રસંગમાં જવા પુત્રી સહિતના સગા સાથે નીકળેલ : મહિલા આજીડેમ પાસેથી બસમાં બેસતાં હતાં ત્યારે અજાણી મહિલાઓએ ધક્કા મુક્કીનો લાભ લઇ પર્સમાંથી દાગીના તફડાવી લીધા : આજીડેમ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ-તસ્કરોની શોધખોળ આદરી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં બસમાં ધક્કામુક્કી કરી મહિલાના પર્સમાં રહેલ રૂ.17.70 લાખના 36 તોલા દાગીના ભરેલ ડબ્બાની ચોરી કરી લેવાની ઘટના સામે આવી છે. લોધિકાના બાલાસર ગામની મહિલા ખારચિયા ગામ લગ્ન પ્રસંગમાં જવા પુત્રી સહિતના સગા સાથે નીકળેલ ત્યારે આજીડેમ પાસેથી બસમાં બેસતાં હતાં ત્યારે અજાણી મહિલાઓએ ધક્કા મુક્કીનો લાભ લઇ 36 તોલા દાગીના તફડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, બાલાસર ગામે રહેતાં શિતલબેન દિનેશભાઈ મેત્રા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી પતિ અને બે બાળકો સાથે રહે છે અને પતિ ખેતીકામ કરે છે. ગઈ તા.02 ના તેઓ તેની દિકરી પ્રગતિ તથા કૌટુંબીક નણંદ ઇલાબેને ખારચીયા ગામ માસીના દિકરાના લગ્નમા જવાનુ હોય જેથી તેમના પતિ સવારના નવેક વાગ્યાની આસપાસ હરીપર (પાળ) ગામના પાટીયે એમ.ટી.વી. હોટલ સામે મુકી ગયેલ હતા. ત્યાં ફરિયાદીના બહેન પાયલ તથા મિરા પહેલેથી રાહ જોઇને ઉભા હતા. ત્યારબાદ તેઓ પાંચ વ્યક્તિ સાડા નવેક વાગ્યાની આસપાસ એક ઓટો રીક્ષામા બેસેલ અને ત્યારે ઓટો રીક્ષામા એક અજાણી મહિલા પહેલેથી બેઠેલી હોય જેથી છ વ્યકતિ કેકેવી હોલ સુધી આવેલ હતા. કેકેવી હોલથી તેમના માસી બબુબેન તથા તેમની દિકરી સિધ્ધી પણ જોડે આવેલ હતાં. હવે સાત વ્યક્તિઓ ત્યાથી આજીડેમ ચોકડી જવા માટે બીજી ઓટો રીક્ષામા બેસેલ અને આશરે દસેક વાગ્યાની આસપાસ આજીડેમ ચોકડી પહોચેલ હતા. આજીડેમ ચોકડીથી ખારચીયા જવા માટે તમામ લોકો સરકારી બસમા સાડા દસ વાગ્યાની આસપાસ બેસવા જતા હતા ત્યારે ટ્રાકીક હોય અને અજાણી મહીલાઓ આજુ બાજુ ધકામુકી કરતા હતી.
તેઓ બસમાં બેઠાં બાદ થોડી આગળ ચાલેલ ત્યારે ફરિયાદીએ પોતાની પાસે રહેલ લેડીઝ પર્સ જોતા પર્સની ચેન ખુલી મળેલ જેથી પર્સ ચેક કરતા પર્સમા ઘરેણા ભરેલા ડબ્બો રાખેલ હોય જે જોવા મળેલ ન હતો. તે ડબ્બામા એક 14 તોલાનો સોનાનો હાર, સોનાના બે કંગન, સોનાનો ચેઇન, એક લેડીજ સોનાની માળા, એક જોડી સોનાની બુટી, એક સોનાની વિંટિ હતી. જેથી તમામ ઘરેણા ભરેલો ડબ્બો કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયાની શંકા જતા તરત જ સાથેના સગાઓને જાણ કરેલ તેમજ પરિવારને ફોન કરી બનાવ બાબતે જાણ કરેલ હતાં.
તેમજ બસમા જોતા બસમા ચડતી વખતે જે મહીલાઓ તેમની આસપાસ હતી તે જોવા મળેલ ન હતી. જેથી આ અજાણી મહિલાઓ ઉપર ચોરીની શંકા છે. ફરિયાદીના પર્સમાથી પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ સોનાના 36 તોલા દાગીના રૂ.17.70 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા કવાયત આદરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર