(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં વર્ષ 2016માં ઘરેથી નોકરીએ જવા નીકળી ગુમ થયેલા યુવકની હત્યામાં સગા બાપ સહિતનાઓ સામે થયેલા હત્યાના આક્ષેપના કેસમાં તમામનો શંકાના લાભ સાથે છૂટકારો થયો છે.
આ કેસની વિગત મુજબ રાજકોટ ગાંધીગ્રામ-ર(યુની.) પોલીસ સ્ટેશનમાં તા.રર/06/ર016 ના રોજ આઈ.પી.સી. કલમ-30ર, ર01, 34, 1ર0(બી) તથા જી.પી.એકટ કલમ-13પ(1) મુજબના કલમોની સાથે ફરીયાદી સ્મીતાબેન નારણભાઈ વસોયાએ પોતાનો પુત્ર અચાનક ગુમ થઈ ગયેલ હોવાનું માલુમ પડતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી જે તપાસના કામે પોલીસને રાજકોટના રૈયાધારમાં એક યુવકની લાશ મળી આવતા પોલીસે ફરીયાદીને આઈડેન્ટીફીકેશન માટે બોલાવેલ હતા. જે આઈડેન્ટીફીકેશનના આધારે તે લાશ ફરીયાદીના પુત્રની જ હોવાનું ફરીયાદીએ સ્વીકારેલ હતું. જે બાદ ફરીયાદીએ પોતાના પુત્રનું ખુન થયા અંગેની ફરીયાદ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ હતી.
ફરીયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરીયાદની હકિકતો મુજબ આ કામના ફરીયાદી સ્મીતાબેન વા/ઓ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા તેમના પરીવાર સાથે રાજકોટ મુકામે મનહરપ્લોટ શેરી નં.14, ડો.મોઢાની ગોકુલ હોસ્પિટલ સામે ’સ્મિતા’ નામના મકાનમાં રહેતા હતા અને રાજકોટ મ્યુની. કોર્પોરેશનમાં બાંધકામ શાખામાં સીનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા તથા ઘરકામ કરતા હતા. જયારે તેણીના પતિ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા કે જેઓ એ.જી.ઓફિસમાં નોકરી કરતા હતા અને બાદ નિવૃત થયેલ હતા.
ફરીયાદીએ વધુમાં જણાવેલ કે, તેઓને બે સંતાનો હતા જે પૈકી મોટો દિકરો દિપેશ કે જે બનાવ સમયે કુવાડવા રોડ ઉપર આવેલ કૌશીક કોટન કોર્પોરેશન નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો તેમજ નાનો દિકરો પ્રતિક બનાવ સમયે અભ્યાસ કરતો હતો. ફરીયાદીની ફરીયાદ મુજબ તા.ર1/06/ર016 નાં રોજ ફરીયાદીનો દિકરો દિપેશ સવારે નોકરી ઉપર જવા ઘરેથી નીકળતો હતો ત્યારે તે બે જુના જેવા મોબાઈલ ફોન વાપરતો હોય, તે પૈકી નોકીયા કંપનીનો જુના જેવો મોબાઈલ ફોન મળતો ન હોય જેથી ફરીયાદીએ તથા તેમના દીકરાએ ઘરમાં તપાસ કરતા મળી આવેલ નહી એટલે તેમના દીકરા દિપેશે જણાવેલ કે, તે ગઈકાલે સાંજે માંઈ મંદિરે દર્શન કરવા ગયેલ હતો જેથી કયાંય પડી ગયેલ હશે તેમ જણાવી પોતાની પાસેના મોબાઈલ નંબર ઉપરથી તેના ખોવાઈ ગયેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરતા રીંગ વાગેલ પરંતુ કોઈએ ફોન ઉપાડેલ નહી, જેથી ફરીયાદીનો દિકરો પોતાની નોકરી ઉપર જતો રહેલ અને ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યે જમવા માટે આવેલ ત્યારે ફરીયાદીને જણાવેલ કે, તેમનો ખોવાઈ ગયેલ ફોન જે ભાઈને મળેલ છે તેનો ફોન આવેલ અને બજરંગવાડી પાસેથી ફોન લઈ જવા જણાવેલ હતું.
ફરીયાદની વધુ હકિકતો મુજબ ફરીયાદીના પુત્રએ ફરીયાદીને જણાવેલ હતું કે, જે વ્યકિતને તેઓનો ખોવાય ગયેલ ફોન મળી આવેલ હતો તે પોતે નોકરીના કામ ઉપર હોવાનું કહેતા તે ભાઈએ પોતાને જામનગર જવાનું હોય, સાંજે ફોન કરશે તેવું કહેલાનું જણાવેલ અને ત્યારબાદ તેમનો દીકરો ઘરેથી જમીને કામ પર જવા નીકળેલ અને ત્યારબાદ રાત્રીના સાડા નવેક વાગ્યે ફરીયાદીના દિકરા દિપેશે ફરીયાદીને ફોન કરી જણાવેલ કે, તેમનો ફોન જે ભાઈને મળેલ છે તે ભાઈનો ફોન આવેલાનું અને 1પ0 ફુટ રીંગ રોડ ઉપર ગોકુલ મથુરા એપાટઙ્ઘમેન્ટ પાસે બોલાવતા તેઓ ત્યાં ફોન લેવા જતા હોવાનું જણાવેલ.
વધુમાં ફરીયાદની હકિકત જોતા ફરીયાદી એવું જણાવે છે કે, ફરીયાદીએ તેમના દીકરાની દોઢેક કલાક સુધી રાહ જોઈ છતાં ઘરે આવેલ નહી અને તેના મોબાઈલમાં ફોન કરતા તેનો ફોન પણ કવરેજ બહાર આવતો હોય, જેથી ફરીયાદીએ તેના નાના દીકરા તથા પતિના મોબાઈલમાંથી ફોન કરતા કોન્ટેકટ થયેલ નહી અને સવારના ચાર વાગ્યા સુધી રાહ જોવા છતાં તેમનો દીકરો દિપેશ ઘરે આવેલ ન હોય, જેથી ફરીયાદી તથા તેણીના પતિ અને નાનો દીકરો બધા 1પ0 ફુટ રીંગ રોડ ઉપર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે આવેલા અને આસપાસ તપાસ કરવા છતાં ફરીયાદીનો દીકરો દિપેશ મળી આવેલ નહી જેથી તેઓ તમામ ઘરે ગયેલ અને સવાર સુધી રાહ જોવા છતાં તેમનો દીકરો ઘરે આવેલ ન હોય જેથી તા.રર/06/ર016 ના રોજ સવારના ફરીયાદી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાનો પુત્ર ગુમ થયા અંગેની જાણ કરતા એ-ડીવીઝન પોલીસે ફરીયાદીના પુત્રની શોધવા તજવીજ હાથ ધરેલ હતી.
વધુમાં ફરીયાદની હકિકત જોતા ફરીયાદી એવું જણાવે છે કે, તે દરમ્યાન તા.રર/06/ર016 ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોલીસવાળા તેમના ઘરે આવેલ અને વાત કરેલ કે, રૈયાધારમાં એક છોકરાની લાશ પડેલ છે અને લાશ પાસે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ પડેલ છે અને મોટર સાયકલના નંબર આધારે તપાસ કરી તેઓ તેમના ઘરે આવેલાનું જણાવતા ફરીયાદીનો દીકરો દિપેશ આ મોટર સાયકલ લઈને ગયેલ હોય, જેથી ફરીયાદી પોલીસ સાથે રૈયાધાર મનહરપુરથી રૈયાધાર જવાના રસ્તે ફરીયાદીના દીકરા દિપેશનું મોટર સાયકલ પડેલ હતું. જે ફરીયાદીએ તેમના દીકરાનું જ મોટર સાયકલ હોવાનું ઓળખી બતાવેલ બાદ ખાડામાં નીચે લાશ પડેલ હતી. જે તેમના દીકરા દિપેશની હતી અને તેને માથામાં ઈજાઓ જોવામાં આવેલ તેમજ ત્યાં નીચે તથા આસપાસ લોહી પડેલ જોવામાં આવેલ અને તે રીતે ફરીયાદીના દિકરા દિપેશને તેનો ખોવાયેલ ફોન આપવાનું કહી કોઈએ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે તા.ર1/06/ર016 ના રાત્રીના સાડા નવેક વાગ્યા અરસામાં બોલાવેલ બાદ તા.રર/06/ર016 ના સવારના તેની લાશ મળી આવેલ અને તે રીતે ફરીયાદીના દીકરાને કોઈએ કોઈ કારણસર જીવલેણ હથીયારથી માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવેલાના આક્ષેપ સહ તા.રર/06/ર016 ના રોજ ફરીયાદીએ ઉપરોકત હકિકતે ફરીયાદ નોંધાવેલ હતી.
ઉપરોક્ત ફરીયાદના આધારે તપાસ દરમ્યાન એવી હકિકત ખુલવા પામેલ હતી કે ફરીયાદીના પતિ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા ફરીયાદી ઉપર શંકા કરતા અને નારણભાઈ અવાર નવાર કહેતા કે આ દીપેશ મારો દીકરો નથી. તપાસમાં એવી પણ હકિકત ખુલવા પામેલ હતી કે મરણજનાર દીપેશ તથા નારણભાઈને એકબીજા સાથે ભળતું ન હતું તેમજ મરણજનાર દિપેશની દશ લાખ રૂપીયાની એચ.ડી.એફ.સી. લાઈફમાં વીમા પોલીસી હતી અને જે પોલીસી પકાવા અને દશ લાખ રૂપીયા મેળવવા તેમજ મરણજનાર દીપેશ પોતાનો પુત્ર ન હોવાનું માનવાના કારણે તેની સામે રાગદ્વેષ રાખી તેનું મૃત્યુ નીપજાવવા ફરીયાદીના પતિ અને મરણ જનાર દીપેશના પિતા એવા નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા નાઓએ પોતાના જ પુત્રની સોપારી મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા તથા રવિભાઈ છગનભાઈ વાડોલીયાને આપેલ જેના આધારે મનસુખભાઈ તેમજ રવિભાઈએ મરણજનારનું મૃત્યુ નીપજાવેલ હતું.
ઉપરોકત હકિકતો માલુમ પડતા પોલીસે નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા, મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા તેમજ રવિભાઈ છગનભાઈ વાડોલીયા નાઓની મરણજનાર દીપેશનું ખુન કરવાના કેસમાં અટક કરેલ હતા. ઉપરોક્ત કેસના કામે પોલીસ તપાસ પૂર્ણ થતા ઉપરોકત આરોપીઓ (1) મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા, (ર) રવિભાઈ છગનભાઈ વાડોલીયા અને (3) નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા વિરૂઘ્ધ આઈ.પી.સી. કલમ-30ર, ર01, 34, 1ર0(બી) તથા જી.પી.એકટ કલમ-13પ(1) તહોમતનામું ફરમાવવામાં આવેલ હતું.
આ તમામ આરોપીઓ સામેનો કેસ સેશન્સ કોર્ટમાં કમીટ થઈ જતા ચાલવા માટે આવી ગયેલ. ટ્રાયલ દરમ્યાન ફરીયાદ પક્ષે કુલ 41 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા તથા કુલ ર8 સાહેદોને કોર્ટ સમક્ષ તપાસેલ હતા. ત્યારબાદ ટ્રાયલ પૂર્ણ થતા આરોપીઓના વિશેષ જવાબ લેવામાં આવેલ હતા. જે બાદ બંને પક્ષો દ્વારા વિગતવારની દલીલો કરવામાં આવેલ હતી. આમ બંને પક્ષોની વિગતવારની દલીલો તેમજ બંને પક્ષોએ રજુ કરવામાં આવેલ સર્વોચ્ચ ન્યાયાલય તેમજ ઉચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓને ઘ્યાને લઈને રાજકોટના એડી. સેશન્સ જજ પી.જે.તમાકુવાલાની કોર્ટે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ .ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા.
રાજકોટમાં પુત્રની હત્યાના આરોપસર પિતા સહિતના આરોપીઓનો છૂટકારો
