શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવાવડીના પેટ્રોલપંપમાં થયેલી લૂંટના ગુનામાં પંપમાં કામ કરતા કર્મચારીના સગીર પુત્ર સહિત...

વાવડીના પેટ્રોલપંપમાં થયેલી લૂંટના ગુનામાં પંપમાં કામ કરતા કર્મચારીના સગીર પુત્ર સહિત ત્રિપુટી ઝડપાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ નજીકના વાવડીમાં આવેલા પેટ્રોલ પંપમાં મધરાત્રે ત્રાટકી ત્યાંના એક કર્મચારી ઉપર બેઝબોલના ધોકા અને હથોડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી બીજા કર્મચારીઓને રૂમમાં પુરી દઇ લૂંટ ચલાવનાર એક સગીર સહીત ત્રણ આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ વાવડીમાં આવેલા વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપમાં ગત તા.5ના મધરાત્રિના મોઢા ઉપર કપડું બાંધી ત્રાટકેલા ત્રણ શખસોએ ફિલરમેન વિષ્ણુ ગોસ્વામી ઉપર હથોડી અને બેઝબોલના ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી રૂા.13 હજાર લૂંટી લીધા હતા. બીજા રૂમમાં સુતેલા અન્ય ફિલરમેન વચ્ચે ના આવે તે માટે તેમને રૂમમાં પુરી દીધા હતા. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે પણ ઝુકાવ્યું હતું. પીએસઆઇ એ.એન.પરમાર અને તેની ટીમે જુદા જુદા સીસીટીવી ફુટેજ જોયા હતા પરંતુ ોઇ ચોક્કસ માહિતી મળી ન હતી. આખરે એક ધાબા પર લાગેલા સીસીટીવી કેમેરા કામ આવ્યા હતા. જેના ફુટેજના આધારે ક્રાઇમ બ્રાંચે લુંટમાં સંડોવાયેલા પ્રતિક પિયુષ દત્તા (ઉ.20, રહે.ગીતાનગર મેઇન રોડ, ગોંડલ રોડ), રાહુલ નવઘણભાઇ મીર (ઉ.20, રહે.ખોડીયારનગર શેરી નં.11, 150 ફુટ રીંગ રોડ) અને એક સગીરને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ રીક્ષામાં લુંટ ચલાવવા ગયા હતા. તે રીક્ષા ઉપરાંત હથોડી, બેઝબોલનો ધોકો, મોબાઇલ ફોન, રોકડ રકમ વગેરે મળી ક્રાઇમ બ્રાંચે રૂા.1.21 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ત્રણેય આરોપીઓનો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી. પૈસાની જરૂરીયાત હોવાથી લુંટ કરી હતી. સગીર આરોપીના પિતા પેટ્રોલ પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેથી સગીર પેટ્રોલ પંપની તમામ બાબતોથી વાકેફ હોવાથી ત્રણેય આરોપીઓએ તે પેટ્રોલ પંપ પસંદ કરી ત્યાં લુંટ ચલાવી હતી તેમ ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર