શનિવાર, ફેબ્રુવારી 22, 2025

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ કરવા મહાનગરપાલિકાએ ફરીથી ‘એકડો’ ઘૂંટવો પડશે

અટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ કરવા મહાનગરપાલિકાએ ફરીથી ‘એકડો’ ઘૂંટવો પડશે

વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ ડુબવાની ધટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના ડુબી જવાથી મોત નીપજ્યા બાદ નૌકા વિહાર માટે ઘડાયેલી નવી એસ.ઓ.પી. મુજબ મહાનગરપાલિકાએ મેરીટાઇમ બોર્ડના માર્ગદર્શન મુજબ ફરીથી નવી જેટી બનાવીને નવી બોટ ખરીદવી પડશે: ઇન્સ્ટ્રક્ટર પણ રાખવા પડશે: ફેરીસ વ્હીલ અને ટોય ટ્રેન માટે કમ્પલિશન સર્ટિફિેકેટ અને બી.યુ. સર્ટિફિકેટ ટીપી શાખા આપતું નથી !

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાના સ્માર્ટસિટી વિસ્તારમાં બનાવાયેલા ન્યુ રેસકોર્સ અને અટલ સરોવર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અને વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અટલ સરોવરનું ઉદ્દઘાટન પણ કરી નખાયું છે. અટલ સરોવરની સુવિધા શરૂ થવા સાથે જ નૌકા વિહાર, ફેરીસ વ્હીલ અને ટોયટ્રેનની સુધિવા પણ ટુંક સમયમાં શરૂ કરી દેવાની જાહેરાત જે તે સમયે કરવામા આવી હતી. આ દરયિમાન વડોદરા પાસે હરણી તળાવમાં બોટ ડુબવાની ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 વ્યક્તિના મોત નીપજ્યાની ઘટનાએ રાજ્ય સરકારને હચમચાવી નાખી હતી. અને જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી રાજ્યભરમાં તત્કાળ નૌકા વિહાર બંધ કરી દેવા આદેશ આપતા અટલ સરોવરમાં પણ નૌકા વિહાર શરૂ થાય એ પહેલાં જ બંધ થઇ ગયું હતું ! હવે નવી માર્ગદર્શિકાનો અમલ કરવા મહાનગરપાલિકાએ ફરીથી ‘એંકડો ઘૂંટવો’ પડે તેમ છે. અટલ સરોવર ખુલ્લ્લુ મુકાયું એ પછી તુરંત જ નૌકા વિહાર શરૂ થવાની વાતો વચ્ચે જે તે સમયે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા તાલીમ અને માર્ગદર્શક કેમ્પ પણ અટલસરોવર ખાતે યોજવામાં આવ્યો હતો. પણ, હરણી તળાવની ઘટના બાદ અટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ થાય તે પહેલાં જ તેનું બાળ મરણ થઇ ગયું હતું.
હરણી તળાવની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નૌકા વિહાર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો અમલ કરવા મહાનગરપાલિકાએ અટલ સરોવર ખાતે નવી જેટી બનાવવી પડશે. એટલું જ નહીં પણ, નવી બોટની પણ ખરીદી કરવી પડશે. આ માટે જરૂરી સ્ટોરની સુવિધા ઉભી કરવી પડશે અને કોઇ જળ અકસ્માત ન સર્જાય તે માટે માર્ગદર્શન આપવા માટે ઇન્સ્ટ્રક્ટર પણ રાખવા પડશે. આ બધી કામગીરી ગુજરાત મેરિટાઇમ બોર્ડના માર્ગદર્શન મુજબ કરવી પડશે. એટલું જ નહીં જ્યાં સુધી સુવિધા ઉભી થઇ ગયા બાદ મેરિટાઇમ બોર્ડના અધિકારીઓની ટીમ આ કામગીરીનું નિરીક્ષણ કરીને બાદમાં સર્ટિફિકેટ આપશે આ પછી અટલ સરોવરમાં નૌકા વિહાર શરૂ થઇ શકે તેમ છે.

ફેરીસ વ્હીલની સુવિધા માટે ભોગવટા સર્ટિફિકેટ મહાનગર પાલિકાની ટીપી શાખા જ આપતું નથી.!

સ્માર્ટ સિટી વિસ્તારમાં બાળકો અને મોટેરાઓ માટે ફેરીસ વ્હીલ અને ફજેત ફાળકાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ફેરીસ વ્હીલની મજબુતાઇ સહિતની કામગીરીની ચકાસણી પીડબલ્યુડીના આર એન્ડ બી વિભાગ દ્વારા કરવાની હોય છે. સુત્રોના કહેવા મુજબ આર એન્ડ બી વિભાગે આ કામગીરી પુરી કરી દીધી છે. પણ, ખુદ મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા ફેરીસ વ્હીલની સુવિધા શરૂ કરવા માટે ભોગવટા સર્ટિફિેકેટ (બીયુ સર્ટિફિકેટ) આપ્યું નથી. આ કારણે આ ફેરીસ વ્હીલની સુવિધા હજી શરૂ થઇ શકી નથી.

ટોય ટ્રેન શરૂ કરવા માટે સેફ્ટિ એન્ડ રાઇડ્સ કમિટીની મંજૂરી ન મળી…!

અટલ સરોવરમાં નૌકા વિહાર, ફેરીસ વ્હીલની જેમ બાળકોને મોજ કરાવે તેવી ટોય ટ્રેનને પણ હજી તંત્રનું સિગ્નલ મળ્યું નથી. ટોય ટ્રેન શરૂ કરવા માટે પોલીસ તંત્રના સેફ્ટિ એન્ડ રાઇડ્સ કમિટીની મંજૂરી અને સર્ટિફિકેટની જરૂર પડે છે. પણ પોલીસ વિભાગની આ કમિટી દ્વારા હજી સુધી ટોયટ્રેન શરૂ કરવા માટે ન તો કોઇ મંજૂરી મળી છે કે ન તો કોઇ સર્ટિફિેકટ ! સુત્રોના કહેવા મુજબ આ મંજૂરી મેળવવાની જવાબદારી સંબંધિત એજન્સીની છે. પણ એજન્સી દ્વારા કોઇ કામગીરી કરાતી નહોય રાજકોટવાસીઓને આ ટોયટ્રેનની સુવિધા મળી શકતી નથી .

સંબંધિત સમાચાર

તાજા સમાચાર