શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીય14 દિવસથી શું છુપાવી રહ્યું હતું ઈઝરાયલ, થયો ખુલાસો

14 દિવસથી શું છુપાવી રહ્યું હતું ઈઝરાયલ, થયો ખુલાસો

ઇરાન હુમલા બાદ ઇઝરાયેલી સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે તેમણે ઇરાનની મોટાભાગની મિસાઇલોનો નાશ કર્યો છે અને જાનહાનિને ઓછી આંકવામાં આવી છે. પરંતુ તાજેતરમાં ઇઝરાયેલી ટેક્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઇરાનના આ હુમલાથી ભારે વિનાશ થયો છે.
1 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલા બાદ ઇરાને નિવેદન આપ્યું હતું કે તેનો હુમલો 90 ટકા સફળ રહ્યો છે. ઇઝરાયેલે કહ્યું કે તેણે ઇરાન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલોને હવામાં તોડી પાડી હતી અને જાનહાનિની સંખ્યા ખૂબ ઓછી હતી. આ હુમલાના લગભગ બે સપ્તાહ બાદ આવેલા ઇઝરાયેલી ટેક્સ ડિપાર્ટમેન્ટનો એક રિપોર્ટ ઇઝરાયેલી સેનાના દાવાનું ખંડન કરે છે.

ઇઝરાયલ અવારનવાર આવા કોઇ પણ હુમલા બાદ મીડિયા પર પ્રતિબંધ મૂકે છે, જેથી નુકસાનના સમાચાર બહાર ન નીકળી શકે. આમ છતાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો અને ઈરાનના દાવાને જોતા લાગી રહ્યું છે કે આ હુમલો પહેલા હુમલા કરતા ઘણો મોટો છે. હવે ઈઝરાયેલના ટેક્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈરાનના હુમલાથી ઈઝરાયેલમાં ભયંકર વિનાશ થયો હતો.

ઇઝરાઇલના નુકસાનનો ખુલાસો

ઇઝરાયલના ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઇરાન હુમલાને કારણે 40 મિલિયન ડોલરથી 53 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. 1 ઓક્ટોબરના હુમલા પછીના બે અઠવાડિયામાં લગભગ 2,500 વીમા દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી અડધાથી વધુ ઉત્તર તેલ અવીવમાંથી આવ્યા હતા, એમ અહેવાલમાં જણાવાયું હતું. જ્યાં એપાર્ટમેન્ટ અને ઘણી કોમર્શિયલ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર