રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબાલાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળાઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન

બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળાઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન

(આઝાદ સંદેશ),રાજકોટ : બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી રાધેશ્યામ ગૌશાળા તથા રાધેશ્યામ બાપુના સહયોગથી બાલાજી એજ્યુકેશન નવરાત્રી મહોત્સવ તા.3-10 થી તા.12-10ને દસ દિવસનું ભવ્ય આયોજન નાણાવટી ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ બાળાઓને કોઇપણ પ્રકારની ફી વસુલ્યા વગર રમાડવામાં આવશે. બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (શૈક્ષણિક) હેતુ માટે કાર્ય કરતું હોય તથા 60થી વધુ જરૂરીયાતમંદ બાળાઓ હોય જેથી દાતાઓને અપીલ કરવામાં આવે છે. જેમણે શૈક્ષણિક કીટ, લાણી તથા પ્રસાદ આપવા ઇચ્છતા ભાવિ ભક્તોએ અમારા ટ્રસ્ટના મો.નં.92656 88234 તથા મો.નં.93160 72561 પર સંપર્ક સાધવો અથવા નાણાવટી ચોક, 150 ફુટ રીંગ રોડ પર રૂબરૂ મુલાકાત લઇ શકો છો. આ આયોજનમાં જીજ્ઞેશભાઇ ગોંડલીયા, મહેશભાઇ જેઠવા, પ્રભાબેન પાણખાણીયા, પ્રીતીબેન પાણખાણીયા તથા ઇંદુભાઇ ચાવડીયા (મચ્છો ગ્રુપ) રમેશભાઇ સરપદડીયા, વિશાલભાઇ સુદાણી તેમજ હાર્દિકભાઇ રાઠોડ, યશભાઇ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર