માવજી સાડમીયા (ઉ.વ.36)ને ભાઇ-ભત્રીજાએ ઢીકા પાટુ મારી ઉંધુ ધારીયુ ફટકારી દીધું : રાજકોટ દાખલ
(આઝાદ સંદેશ),રાજકોટ: ચોટીલાના ત્રંબોડા ગામે રહેતાં માવજી અમરશીભાઈ સાડમીયા (ઉ.વ.૩૬) નામના યુવાન પર તેના જ સગા મોટા ભાઈ દેવરાજ અને ભત્રીજા કિરણે મળી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પગમાં ઉંધુ ધારીયુ ફટકારી દેતાં પગ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
માવજી ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં નાનો છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. માવજીએ કહ્યું હતું કે મારા બે ભાઈઓ દેવરાજ અને કેશો અંદરો અંદર ઝઘડો કરતાં હોઇ હું વચ્ચે પડયો હતો અને ઝઘડો નહિ કરવા સમજાવતાં મોટા ભાઈ દેવરાજ અને ભત્રીજા કિરણે ઉશ્કેરાઈ જઈ મારા પર હુમલો કરી દીધો હતો. પગમાં ઉંધુ ધારીયુ મારી દેતાં પગ ભાંગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.


