શુક્રવાર, નવેમ્બર 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાના બલુચિસ્તાનમાં સૈન્યના કેમ્પ પર હુમલો, પ્રચંડ વિસ્ફોટથી 5 સૈનિકો સહિત 8...

પાકિસ્તાના બલુચિસ્તાનમાં સૈન્યના કેમ્પ પર હુમલો, પ્રચંડ વિસ્ફોટથી 5 સૈનિકો સહિત 8 લોકોના મોત

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા સેનાની એક સુરક્ષા ચોકી પર ભીષણ આત્મઘાતી હુમલો કરતા આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ અને 2 મહિલાઓ તથા 1 બાળક સહિત 3 સામાન્ય નાગરિકો એમ કુલ 8 લોકોના મોત થયા હતા.જ્યા આ હુમલામાં હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી ચેક પોસ્ટની બહારની દિવાલ સાથે અથડાવી દીધી હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનાથી સેનાની ચોકીની સાથે-સાથે આસપાસના રહેણાંક વિસ્તારોના મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્ફોટની ઝપેટમાં આવવાથી બે મહિલાઓ અને એક બાળકનું પણ મોત નીપજ્યું હતું. હુમલાખોરોનો મુખ્ય હેતુ વિસ્ફોટ કરીને સુરક્ષા ઘેરો તોડવાનો અને મિલિટ્રી કેમ્પની અંદર ઘૂસવાનો હતો. જોકે, ધડાકા બાદ તરત જ ત્યાં તૈનાત સુરક્ષા સેનાનીઓએ મોરચો સંભાળી લીધો હતો અને હુમલાખોરોને અંદર ઘૂસતા અટકાવ્યા હતા. સુરક્ષાદળની જવાબી કાર્યવાહીમાં 3 વિદ્રોહીઓ પણ માર્યા ગયા હતા, જેના કારણે સેનાની ચોકી પર કબજો કરવાની તેમની નાપાક કોશિશ નિષ્ફળ ગઈ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર