ગુરુવાર, ઓક્ટોબર 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસુલતાનપુર પાસે કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતી બેલડીને ઝડપી લેવામાં આવી

સુલતાનપુર પાસે કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતી બેલડીને ઝડપી લેવામાં આવી

રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ સ્ટાફનો દરોડો : 459 બોટલ સાથે જૂનાગઢના બે શખસોની ધરપકડ કરી કુલ રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

રાજકોટ : ​રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવાના હેતુથી કડક ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સુલતાનપુર પોલીસ સ્ટેશન હેઠળના રાવણા ગામ પાસે સફળ રેડ પાડી કારમાં દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.

​પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે માહિતી મળી હતી કે ગ્રે કલરની ટાટા ઈન્ડિકા કાર જીજે-01-કેએલ-8560 માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને બાબરાથી રાંદલના દડવા અને રાવણા થઈ જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતાં જ એલસીબી ટીમે રાવણા ગામ નજીક આડશ મૂકી કારને અટકાવી હતી.

​કારની તલાશી લેતાં તેમાં અલગ-અલગ જગ્યાએ ખાસ ચોરખાના બનાવી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 180 એમ.એલ.ની વિદેશી દારૂની 459 બોટલો કિંમત રૂ. 78,030, બે મોબાઇલ ફોન કિંમત રૂ. 5,500 અને ટાટા ઇન્ડિકા કાર કિંમત રૂ. 1,00,000 મળી કુલ રૂ.1,83,530 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​કારમાંથી જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારના જહાંગીર અમીન શેખ (ઉ.વ. 41) અને મધુરમ વિસ્તારના નરેશ હીરા નાગદેવ (ઉ.વ. 34) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી જહાંગીર અમીન શેખ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો હતો. આ સિવાય અન્ય બે આરોપીઓ મલ્લા ડામોર (રહે. સમોઈ) અને હિતેશ સવદાસ મોઢવાડિયા (રહે. રાજકોટ) ને અટક કરવાના બાકી દર્શાવાયા છે.

​આ સમગ્ર કામગીરી નિર્લિપ્ત રાય અને વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જે.પી.રાવ, કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, બાલકૃષ્ણ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્ર ચાવડા, રણજીત બોરડ, વિજય ખડીયા, ભાવેશ મકવાણા તથા વિજય સીહાર દ્વારા કરવામાં આવી છે.  

સંબંધિત સમાચાર

તાજા સમાચાર