સોમવાર, સપ્ટેમ્બર 21, 2026

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપેટ્રોલ ૧૦૦૦ રૂપિયા લીટર થશે, પાકિસ્તાનના મંત્રીની ચેતવણી

પેટ્રોલ ૧૦૦૦ રૂપિયા લીટર થશે, પાકિસ્તાનના મંત્રીની ચેતવણી

ઓક્ટોબર સુધીમાં ઘર આંગણે ક્રૂડઓઇલ મેળવવાનો પાકનો દાવો : મિડલ ઈસ્ટના તણાવની પાકિસ્તાન પર સીધી અસર

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા પાકિસ્તાનમા મોંઘવારી સર્વોચ્ચ સ્તરે છે તેવા સમયે જ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે કડક ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો દેશમાં ઈંધણની અછત સર્જાશે તો પેટ્રોલના ભાવ ૧૦૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઐતિહાસિક સપાટી સુધી પહોંચી શકે છે. મિડલ ઈસ્ટમાં ફરીથી વધેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિ વચ્ચે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. લાહોરમાં પત્રકારો સાથે વાત કરતા મલિકે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પેટ્રોલિયમના ભાવમાં પહેલેથી જ ૫૦ ટકાનો વધારો થઈ ચૂક્યો છે અને યુરોપ તથા અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો ઝડપથી વધી રહી છે.

દેશની આર્થિક સ્થિતિ અંગે પાકિસ્તાન સરકારના મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું  કે, પાકિસ્તાન હુથી વિદ્રોહીઓના હુમલાઓનું સમર્થન કરતું નથી. વધતા ભાવની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે, જેને ઘટાડવા માટે સરકાર સમાજના નબળા વર્ગોને રાહત આપવાના પ્રયાસો કરી રહી છે. ઊર્જા ક્ષેત્રે આશાવાદ વ્યક્ત કરતા પેટ્રોલિયમ મંત્રીએ ઉમેર્યું હતું કે દેશમાં તેલના નવા કૂવાઓ પર કામ શરૂ થઈ ગયું છે. સરકારને પૂરી આશા છે કે ઓક્ટોબર મહિના સુધીમાં પાકિસ્તાનને પોતાનું સ્થાનિક કાચું તેલ મળવા લાગશે, જેનાથી વિદેશથી થતી મોંઘા ક્રૂડની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મોટી મદદ મળશે.

વૈશ્વિક પરિબળોને કારણે તાજેતરના ભાવવધારા બાદ પાકિસ્તાનમાં હાલ પેટ્રોલ ૩૮૯.૧૪ રૂપિયા પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ ૪૨૪.૦૪ રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. મોંઘવારીનો ભયંકર માર સહન કરી રહેલી સામાન્ય જનતાને રાહત આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શહબાઝ શરીફે ગયા રવિવારે એક વિશેષ યોજનાની જાહેરાત કરી હતી. આ રાહત સ્કીમ હેઠળ મોટરસાઇકલ, રિક્ષા, સ્થાનિક થ્રી-વ્હીલરના માલિકો અને ૮૦૦ સીસી સુધીની એન્જિન ક્ષમતાવાળી કારના ડ્રાઈવરોને પેટ્રોલ પર ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની સીધી છૂટ આપવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર