ગુરુવાર, જુલાઇ 9, 2026

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છદીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં માણાવદરના તુલસીભાઈએ મેટોડામાં એસીડ પીધું

દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં માણાવદરના તુલસીભાઈએ મેટોડામાં એસીડ પીધું

(આઝાદ સંદેશ), રાજકોટ : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ગામમાં દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં ચિંતામાં આવી ગયેલા એક પિતાએ એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રૌઢની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાના બાંટવા ગામના રહેવાસી તુલસીભાઈ રાજાભાઈ વાઘેલા (ઉં.વ.૪૫) ગઈકાલે સાંજે ૪:૦૦ વાગ્યાની આસપાસ મેટોડા જીઆઇડીસીમાં આવેલા આશુતોષ પાવર હાઉસ પાસે હતા. તે દરમિયાન તેમણે અચાનક એસિડ પી લીધું હતું. આસપાસના લોકો અને પરિવારજનોને જાણ થતાં જ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પરિવારના જણાવ્યા અનુસાર, તુલસીભાઈ કારખાનામાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે, જેમાં તેઓ ત્રણ ભાઈઓમાં બીજા નંબરના છે. ટૂંક સમયમાં જ તેમની દીકરી રમાબેનના લગ્ન લેવાયા છે. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે લગ્ન માટે જરૂરી રૂપિયાની વ્યવસ્થા થઈ શકી ન હતી. દીકરીના લગ્નની ચિંતામાં આવી જઈને તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી તુલસીભાઈનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર