સોમવાર, ઓક્ટોબર 19, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઇઝરાયેલથી ઉડાન ભરતા જ વિમાનને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

ઇઝરાયેલથી ઉડાન ભરતા જ વિમાનને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

તેલ અવીવથી ઓસ્ટ્રિયાના વિયેના જઈ રહેલા વિમાનને ધમકી મળતા બલ્ગેરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : તાજેતરમાં દુબઈથી ઈઝરાઈલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈ દુબઈની ફ્લાઇટને હાઇજેક કરી પ્લેન ક્રેશ કરવાના કારસાનો પર્દાફાશ થયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ઇઝરાયેલથી ઓસ્ટ્રિયા જઈ રહેલા એક પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમાનનું બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

બલ્ગેરિયાના સરકારી બ્રોડકાસ્ટર અને પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ, આ વિમાન રવિવારે સાંજે ઇઝરાયેલના તેલ અવીવથી ઓસ્ટ્રિયાના વિયેના જઈ રહ્યું હતું. એરબસ A320 વિમાનમાં 51 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 57 લોકો સવાર હતા. વિમાન હવામાં હતું ત્યારે જ એક ક્રૂ મેમ્બરને બોમ્બની ધમકી મળી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ સુરક્ષા પ્રોટોકોલ મુજબ અધિકારીઓએ વિમાનને તાત્કાલિક સોફિયા ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.ધમકીની ગંભીરતાને પગલે બલ્ગેરિયન વાયુસેના પણ તરત જ હરકતમાં આવી ગઈ હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બલ્ગેરિયાના એક ફાઈટર જેટે એરબસ વિમાનને હવામાં સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું અને સોફિયા એરપોર્ટ પર તેના સુરક્ષિત લેન્ડિંગ સુધી એસ્કોર્ટ કર્યું હતું.

હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. રિપોર્ટમાં એરલાઇન્સ કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ધમકી કયા માધ્યમથી આપવામાં આવી હતી તે પણ હજુ સ્પષ્ટ નથી. અત્યાર સુધીની માહિતી મુજબ, પ્લેનમાંથી કોઈ જ વિસ્ફોટક સામગ્રી મળી હોવાની કે કોઈ શંકાસ્પદની ધરપકડ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર