શનિવાર, જાન્યુઆરી 10, 2026

ઈ-પેપર

શનિવાર, જાન્યુઆરી 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ: સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી લીધા

સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ: સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી લીધા

સુરતઃ સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ કરીને 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા દેશભરમાં સાયબર છેતરપિંડી કરવામાં આવી રહી હતી, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો.
મળતી માહિતી મુજબ આ ટોળકીએ તમિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરીને ₹16.49 લાખની મોટી રકમની ઠગાઈ કરી હતી. આ મામલે કોઇમ્બતુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને આગળની કાયદેસર કાર્યવાહી માટે તમિલનાડુ પોલીસને સોંપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર