Title:
દ્વારકાના દરિયાકાંઠે ન્હાવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, એકની શોધખોળ ચાલુ
News:
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના મકનપુર ગામે દરિયાકાંઠે ન્હાવા પડેલા ચાર મિત્રો ડૂબતા ચકચાર મચી ગઈ છે. દરિયામાં અચાનક ઊંડાણ અને મોજાં વધતા યુવકો મુશ્કેલીમાં ફસાયા હતા.
સ્થાનિક લોકો અને તંત્રની મદદથી ત્રણ યુવકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે ચોથો યુવક દરિયામાં ગુમ થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તમામ યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ કરી રહી છે.


