પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો મોટો કારસો સામે આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પર SMC દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન અમરીકસિંગ સોનુ નામના ડ્રગ પેડલરની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, દરમિયાન તેના પગમાં ઈજા પહોંચી હતી. આરોપીની તલાશી દરમિયાન તેની પાસેથી અંદાજે 47.98 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હેરોઇન પંજાબથી લાવી ગુજરાતમાં સપ્લાય કરવાનું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયાસ તેજ કર્યા છે.
પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયનો કારસો પર્દાફાશ, વડોદરામાં ડ્રગ પેડલરની ફિલ્મી ધરપકડ


