રવિવાર, ફેબ્રુવારી 2, 2025

ઈ-પેપર

રવિવાર, ફેબ્રુવારી 2, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયબજેટ પહેલા બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી બંને વધ્યા

બજેટ પહેલા બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી બંને વધ્યા

 નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી રહી છે. અત્યારે બેન્કિંગ, ઑટો અને ફાર્મા સેક્ટરના શેરોમાં તેજી જોવાને મળી રહી છે. બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો બજેટને લગતી મોટી મોટી જાહેરાતો પર નજર રાખી રહ્યા છે.

શેરબજારમાં વધઘટ ચાલુ હોવા છતાં સરકારી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. આરવીએનએલ 5 ટકા, આઈઆરબીમાં પણ 5 ટકાનો વધારો મઝગાંવ ડોક, બીડીએલ અને એનએચપીસી જેવા શેરોમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

શેરબજારના મોટા ભાગના શેરો બજેટ પહેલાં ઝડપથી ટ્રેડ કરી રહ્યા છે. જો મોટી કંપનીઓના શેરની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1 ટકા, અદાણી પાવરના શેરમાં અદાણી ગ્રૂપના શેરમાં લગભગ 4 ટકા, અદાણી ગ્રીન 3.52 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2.46 ટકા, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરના શેરમાં પણ તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે.

બીએસઈ સેન્સેક્સના ટોપ 30 શેરોમાંથી 9 શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, જ્યારે બાકીના 21 શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. આઇટીસી હોટેલ્સમાં સૌથી વધુ 3 ટકાનો વધારો થયો છે.

બજેટ પહેલા બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. સવારે 9.44 વાગ્યે સેન્સેક્સમાં 206 અંકોથી વધુની તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સન ફાર્મા, આઈટીસી, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, પાવરગ્રીડ, આઈટીસી હોટલ્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. તે જ સમયે, ટીસીએસ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટનના શેરમાં ઘટાડો થયો છે. આઇનોક્સ વિન્ડના શેરમાં ૯ ટકા અને મેડપ્લસ હેલ્થ સર્વિસીસના શેરમાં ૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર