બુધવાર, માર્ચ 19, 2025

ઈ-પેપર

બુધવાર, માર્ચ 19, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં બજરંગવાડીના આરોપીને 20 વર્ષની સજા

સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં બજરંગવાડીના આરોપીને 20 વર્ષની સજા

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરના રહેતા પરિવારની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં મુખ્ય આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 22 હજારનો દંડ તેમજ મદદગારી કરનાર શખસને 10 વર્ષની સજા અને પાંચ હજારનો દંડનો તેમજ ભોગ બનનાર સગીરાને 7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. રાજકોટની સગીરા પર જામનગર રોડ પર આવેલા બજરંગવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ચનાભાઇ પરમાર નામના શખસે લલચાવી મદદગારી કરનાર હુસેનશાહ રફીકભાઇ શાહમદારના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનારના પિતાએ બંન્ને શખસો વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બંન્ને શખસોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા બેલડી વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું જે કેસ સ્પે.પોક્સો કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે રહેલા વકીલની દલીલોને માન્ય રાખી કોર્ટે બંન્ને આરોપીઓને તક્સીરવાન ઠેરવી મુખ્ય આરોપી વિશાલને 20 વર્ષની અને મદદગારી કરનાર હુસેનશાહ શાહમદારને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનાર સગીરાને રૂા.7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર