રવિવાર, ફેબ્રુવારી 2, 2025

ઈ-પેપર

રવિવાર, ફેબ્રુવારી 2, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆટકોટ કન્યા છાત્રાલયના દૂષ્કર્મ પ્રકરણમાં મધુ ટાઢાણીએ કરેલ વચગાળાની જામીન અરજી નામંજૂર

આટકોટ કન્યા છાત્રાલયના દૂષ્કર્મ પ્રકરણમાં મધુ ટાઢાણીએ કરેલ વચગાળાની જામીન અરજી નામંજૂર

(આઝાદ સંદેશ), રાજકોટ : આટકોટ ક્ધયા છાત્રાલયની પૂર્વ વિદ્યાર્થિની ઉપર દૂષ્કર્મના ગુનામાં પકડાયેલા છાત્રાલયના કલર કોન્ટ્રાક્ટરની ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટેની વચગાળાની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, ગઈ તા. 25-7-24ના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં મધુકાન્ત ઉર્ફે મધુ રમેશભાઈ ટાઢાણી (રહે. પાંચવડા તાલુકો જસદણ) વિગેરે સામે ફરિયાદી સ્ત્રીએ રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ આ કેસમાં જેલમાં રહેલ મધુકાન્ત ઉર્ફે મધુ રમેશભાઈ ટાઢાણીએ ભત્રીજાના લગ્ન હોવાથી માનવતાના ધોરણે દિવસ 10 માટે જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને આરોપીના સગા ભત્રીજાના લગ્ન નથી કુટુંબિક ભત્રીજાના લગ્ન છે, તેમાં આરોપીની હાજરીની કોઈ જરૂરિયાત નથી તેથી આરોપીની માનવતાના ધોરણે દિવસ 10 માટેની જામીન મળવા માટેની અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળાએ આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર