(આઝાદ સંદેશ),રાજકોટ: આ બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ જે રાજકોટ રહે છે અને પ્લમ્બર કામ કરતા હોય આ કામનાં આરોપી જે મોરબી જિલ્લાનાં જબલપુર ગામનો રહેવાસી છે. ડોનની છાપ ધરાતા બાબુભાઈ હીરાભાઈ ઝાપડાના બંગલાનું પ્લમબીંગ કામ ફરીયાદ તારીખથી દોઢ વર્ષ પહેલા બંગલાનું કામ રાખેલ હતુ અને બાદમાં ફરીયાદીનાં મીત્ર પ્રશાંતને આ બંગલામાં ફર્નીચર કામ અપાવેલ હતુ અને તા. 12/12/24ના રોજ સવારે આરોપીઓએ એકસંપકરી ફરીયાદી રાજકોટ અમદાવાદ હાઈવે પર કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જવાના રસ્તા પાસે આવેલ અને કહેલ કે તને બાબુ ઝાપડા બોલાવે છે. અને બાબુ ઝાપડા ત્યા સ્વીફટ કાર લઈ ઉભા હતા લાલાએ ફરીયાદીને ધકકો મારી ગાડીમાં બેસાડી દીધેલ અને ફરીયાદીનાં બનેવી વિપુલભાઈ ખીમજીભાઈ પાંભર ને તથા ભગીરથભાઈને પ્રશાતે ફોન કરી રેલનગરમાં બોલાવેલ અને તેઓ બન્ને આવી જતા વિપુલભાઈ પાંભરને બાબુ ઝાપડાનો સ્વિફટ કારમાં બેસાડી દીધેલ અને ભગીરથભાઈ અને પ્રશાંતને ફરીયાદીની હોન્ડા સીટી કારમાં બેસાડી ટંકારા તાલુકાનાં જબલપુર ગામે રામવાડી પાસે લઈ ગયેલ અને ત્યાં રામવાડી પાસે ગાડી ઉભી રાખી ફરીયાદી અને તેના બનેવી વિપુલભાઈને નીચે ઉતારી આ બાબુ ઝાપડા તથા હકાભાઈ ઝાપડા તથા મેહુલ ઉર્ફે લાલો નાથાભાઈ ઝાલા તથા સાહીલ અલ્લારખા ઉર્ફે સલીમભાઈ શાહમદાર અને ઈમ્તીયાઝ વલીભાઈ ખેરાણી સ્વિફટ કારમાંથી લોખંડનો પાઈપ તથા લાકડાનાં ધોકા કાઢી સાળા-બનેવી બન્નેને ઢોર મારી બન્નેના બન્નેનાં બન્ને હાથ અને બન્ને પગ ભાંગી નાખ્યા અને બધાએ ગાળો બોલી ત્યાંથી જતા રહેલ જેથી ફરીયાદીનાં બીજા બનેવી ભગીરથે 108ને ફોન કરતા ટંકારા સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા બન્નેને ફેકચરની ગંભીર ઈજા પહોંચાડેલ અને આ બનાવ અગાઉ ફરીયાદીનું મકાન તથા તેનાં બનાવીનું મકાન બળજબરીથી પડાવી લીધેલ અને જેની ફરીયાદીએ રાજકોટ તાલુકા પોલીસને અરજી -કરતા. ફરીયાદીનું મકાન પાછુ આપવુ પડેલ જેનો ખાર રાખી બાબુ ઝાપડા અને તેનાં સાગ્રીતોએ આ કામનાં ફરીયાદી ગૌતમ વ્યાસ તથા તેના ઈજા પામનાર સાહેદ બનેવી વિપુલ પાંભર ને અપહરણ કરી ઢોર માર મારેલ જેની ધોરણસરની કાર્યવાહી કરતા આરોપીઓને પોલીસે ધડપકડ કરી નામ. નીચેની કોર્ટએ જામીન અરજી નામંજુર કરેલ જેની સામે આરોપીઓએ પૈકી 1. હકાભાઈ મશરૂભાઈ ઝાપડા 2. શાહીલ અલ્લારખા ઉર્ફે સલીમભાઈ શાહમદાર 3. મેહુલ ઉર્ફે લાલો નાથાભાઈ ઝાલા 4. ઈમ્તીયાઝ વલીભાઈ ખેરાણીની રાજકોટના નામ. એડી. સેશન્સ જજ બ્રહમભટ્ટે આરોપીઓને રેગ્યુલર જામીન અરજી સામે મુળફરીયાદીનાં વાંધા,અરોપીઓનો ગુનાહીત ઈતિહાસ અને સરકાર તરફેની દલીલોને લઈ તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.
આ કેસમાં મુળ ફરીયાદી ગૌતમ વ્યાસ તથા ઈજા પામનાર સાહેદ વિપુલ પાંભર વતી રાજકોટનાં યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી. ચાવડા તથા સોના કાથરોટીયા, મન ડોડીયા, કાંતી પી.ભટ્ટ વીગેરે તેમજ સરકારી વકીલ તરીકે પ્રશાંત પટેલ રોકાયેલ હતા.
સાળા-બનેવીને અપહરણ કરી બન્ને હાથ અને બન્ને પગ ભાંગી નાખવાના ગુનામાં આરોપીઓની જામીન અરજી ફગાવતી અદાલત
